Urfi Javed Video: ઉર્ફી જાવેદનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું, મારા શરીરનું આ અંગ છે નકલી
Fake Body Part: ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. દર વખતે તે પોતાના ડ્રેસ સાથે અવનવા પ્રયોગો કરતી હે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે.
Fake Body Part: ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. દર વખતે તે પોતાના ડ્રેસ સાથે અવનવા પ્રયોગો કરતી હે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. હવે ઉર્ફીએ પોતાના શરીર વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં ઉર્ફીએ જણાવ્યું છે કે તેના શરીરનો એક ભાગ સંપૂર્ણપણે નકલી છે.
ઉર્ફી જાવેદે કર્યો ખુલાસો
વાસ્તવમાં, તાજેતરમાં જ ઉર્ફી જાવેદ ઈવેન્ટમાં હાજરી આપવા માટે કટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન ઉર્ફી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈવેન્ટમાં ઉર્ફીને વરસાદની મોસમમાં ખાવા-પીવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના પર ઉર્ફીએ કહ્યું કે તે મકાઈ નથી ખાતી કારણ કે તેના બધા દાંત નકલી છે. ઉર્ફીએ કહ્યું, જો હું મકાઈ ખાઉં તો મારા બધા દાંત તૂટી જશે કારણ કે બધા નકલી છે. જો કે, આ પછી ઉર્ફીએ કહ્યું કે તે ખાવાની ખૂબ જ શોખીન છે અને તે ઘરે અવનવી વાનગી બનાવતી રહી છે.
View this post on Instagram
ફેન્સ ચોંકી ગયા
ઉર્ફી વિશે આ સત્ય જાણીને દરેકને આશ્ચર્ય થયું છે. વાસ્તવમાં, હિરોઇનો ઘણીવાર સુંદરતા માટે હેર એક્સટેન્શન, નેઇલ એક્સટેન્શન અને તમામ પ્રકારની બ્યુટી સર્જરી કરાવે છે, પરંતુ સૌને પહેલીવાર ખબર પડી છે કે ઉર્ફીના તમામ દાંત નકલી છે.
ઉર્ફી જાવેદનો વાયરલ થયો નવો લુક
ઉર્ફી જાવેદ બુધવારે મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી જ્યાં તેની ડ્રેસિંગ સેન્સ જોઈને દરેક દંગ રહી ગયા હતા. આ વખતે ઉર્ફીએ કોલરની નીચેથી કપાયેલ ડ્રેસ પહેર્યો હતો. જેની ખુબ ચર્ચા થઈ રહી છે. ઉર્ફીએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની ડિઝાઇન એકદમ અલગ હતી. ઉર્ફી જાવેદનું આ રૂપ જોઈને મુંબઈની સડકો પર ટ્રાફિક જામ થવા લાગ્યો અને લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા.
આ પણ વાંચોઃ
અમરનાથ યાત્રામાં 12 વર્ષમાં ત્રણ વખત બની વાદળ ફાટવાની ઘટના, પ્રથમ વખત જોવા મળી આવી તસવીરો
IND vs ENG: આજે બીજી ટી-20, આ ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન મેળવવા જામશે હરિફાઈ