શોધખોળ કરો
Amarnath Yatra 2022: અમરનાથ યાત્રામાં 12 વર્ષમાં ત્રણ વખત બની વાદળ ફાટવાની ઘટના, પ્રથમ વખત જોવા મળી આવી તસવીરો
અમરનાથ યાત્રા 2022
1/5

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે.
2/5

છેલ્લા 12 વર્ષમાં અમરનાથ યાત્રા દરમિયાન ગુફાની નજીક ત્રણ વખત વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, પરંતુ આટલી તબાહી ક્યારેય નથી થઈ. વાદળ ફાટવાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા હોય અને હજુ પણ ઘણા લોકો ગુમ થયા હોય તેવી આ પહેલી ઘટના છે.
3/5

વર્ષ 2010માં પણ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, પરંતુ તે પછી પણ કોઈ નુકસાન થયું ન હતું. વર્ષ 2021 માં, 28 જુલાઈના રોજ, ગુફા પાસે વાદળ ફાટવાથી ત્રણ લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વખતે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે.
4/5

અમરનાથમાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ગુમ છે. ગઈકાલે બચાવ કાર્ય સાંજે 4.30 વાગ્યા સુધી ચાલ્યું હતું, ત્યારબાદ વરસાદના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સવારે 6 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
5/5

તમામ તસવીર સૌજન્યઃ PTI
Published at : 09 Jul 2022 10:54 AM (IST)
View More
Advertisement




















