હૉટ એક્ટ્રેસનો સાડી લૂક થઇ રહ્યો છે ટ્રૉલ, લોકો બોલ્યા- બ્લાઉઝ ઊંધુ પહેર્યુ છે કે સીધુ ?
વાયરલ થયેલા વીડિયોમાં ઉર્ફી સફેદ અને ગુલાબી સાડી પહેરીને દેખાઇ રહી છે, તે કેમેરાની સામે ફરી ફરીને પૉઝ આપી રહી છે.
મુંબઇઃ ટીવીની હોય કે ફિલ્મની તમામ અભિનેત્રીઓ પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે અવનવા અખતરા કરતી રહે છે. આ લિસ્ટમાં ઉર્ફી જાવેદ સૌથી ટૉપ પર છે. ઉર્ફી જાવેદ પોતાની ફેશન, સ્ટાઇલ અને ગ્લેમરસ લુકથી ફેન્સના દિલ પર રાજ કરવા માટે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઉર્ફીનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટ્રેસનો સાડી લૂક ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ તેના લૂકને ટ્રૉલિંગ કરી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં ઉર્ફી સફેદ અને ગુલાબી સાડી પહેરીને દેખાઇ રહી છે, તે કેમેરાની સામે ફરી ફરીને પૉઝ આપી રહી છે. પરંતુ આ લૂકમાં તેનો બ્લાઉઝને ટ્રેન્ડ થઇ ગયો છે, કેમ કે બ્લાઉઝની પેટર્ન લોકોને સમજાઇ નથી રહી, લોકો પુછી રહ્યાં છે કે આ બ્લાઉઝ ઉંધુ પહેરેલુ છે સીધુ..........
View this post on Instagram
ઉર્ફી તેના આગામી પંજાબી ગીતને લઈને ચર્ચામાં છે. ઉર્ફી ગુરુવારે મુંબઈમાં જોવા મળી, આ દરમિયાન તેણે ફૂલ પ્રિન્ટેડ પિંક-વ્હાઈટ શિફોન સાડી પહેરી હતી. આ દરમિયાન બ્લાઉઝને અસામાન્ય દેખાવ આપ્યો હતો. સામેથી બરફીના આકારમાં ત્રણ મોટા કટ હતા. તે જ સમયે, સાડીનો પલ્લુ ઉર્ફીએ એવી રીતે રાખ્યો હતો કે બ્લાઉઝનો દેખાવ સંપૂર્ણપણે દેખાઈ શકે. જોકે, ઉર્ફીએ આ બ્લાઉઝને પાછળથી કોઈ લુક આપ્યો ન હતો. ઉર્ફીના આ લુકની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસના બ્લાઉઝને જોઈને એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “બ્લાઉઝ કદાચ ઉંધુ પહેરી લીધું છે.” અન્ય એક યુઝરે લખ્યું, “દુનિયાના સૌથી ગરીબ પરિવારની છોકરી. ગરીબ છોકરીનો સંઘર્ષ કેટલો સમય ચાલી રહ્યો છે.”
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ