શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- બાળકોએ મારી ફિલ્મ ન જોવી જોઈએ
આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.
મુંબઈઃ અભિનેતા ઇમરાન હાશમી હાલમાં પોતાની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ધ બોડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનલ ઇન્ટરવ્યૂ મીડિયા સાથે થયેલ વાતચીતમાં જ્યારે ઈમરાનને સવાલ કરવામાં આવ્યો ખે, દેશમાં સગીર બાળકોએ શું જોવું જોઈએ. આ સવાલના જવાબમાં ઇમરાને એ તો ન જણાવ્યું કે, બાળકોએ શું જોવું જોઈએ પણ એટલું જરૂર કહ્યું કે, બાળકોએ શું ન જોવું જોઈએ.
ઇમરાને કહ્યું કે, ‘હું કહીશ કે જે બાળકો સગીર છે, તેઓ ક્યારેય મારી મૂવીઝ જોવે નહીં. મારી ફિલ્મ ધ બોડી એ સર્ટિફિકેટ ફિલ્મ છે, બાળકો આ ફિલ્મ પણ જોઈ શકતા નથી. એમ તો મારી આ ફિલ્મ ખુબ જ અમેઝિંગ છે. જેને જોતાં સમયે દર્શકો વિચારી નહીં શકે તે આગળ શું થવાનું છે. તો ઇમરાનને પૂછવામાં આવ્યું હતું કે તે કઈ વસ્તુ છે કે જેને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલવા માંગે છે? તેના જવાબમાં ઇમરાને કહ્યું કે, “જુઓ, આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો એક જેવાં નથી, પરંતુ મને લાગે છે કે બોલિવૂડમાં કેટલાક લોકોમાં શિસ્તનો અભાવ છે.”
‘ધ બોડી’નું દિગ્દર્શન જીતુ જોસેફ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 10 મોશન પિક્ચરે કર્યું છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ ‘ધ બોડી’ની હિન્દી રિમેક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement