આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ કર્યો છે. સમય સમય પર ફિલ્મના અન્ય કલાકારોના ફોટો મીડિયામાં આવતા રહ્યાં છે, પરંતુ આ પ્રથમવાર છે કે જ્યારે તમામ સ્ટાર કાસ્ટ એક ફ્રેમમાં છે.
2/4
આ તસ્વીર તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહેલા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના જીવન પર આધારિક પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ લખ્યું છે. સંજય બારૂ તેમના મીડિયા સલાહકાર પણ રહ્યાં છે. હંસમ મહેલાએ આ પુસ્તક પર ફિલ્મ બનાવી છે અને દિગ્દર્શન વિજય રત્નાકાર ગુટ્ટેએ કર્યું છે.
3/4
અનુપમ ખેરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મની કેટલિક તસ્વીરો શેર કરી છે. ફિલ્મમાં દિવ્યા શેઠ શાહે પીએમ મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની ભૂમિકા ભજવી છે. અર્જુન માથુર રાહુલ ગાંધી બન્યા છે અને અહાના કુમરા પ્રિયંકા ગાંધીના રૂપમાં જોવા મળશે. રામ અવતાર ભારદ્વાજે અટલજીની ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.
4/4
મુંબઈ: પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં આ ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ એકસાથે દેખાઈ રહ્યાં છે. આ તસવીરમાં ડૉ મનમોહન સિંહથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો. કર્ણ સિંહ કોંગ્રેસના ઘણા નેતાઓ દેખાઈ રહ્યાં છે.