શોધખોળ કરો
પહેરવેશને કારણે ટ્રોલ થઈ આ નવી ચૂંટાયેલી બન્ને સાંસદો, જાણો કેમ
સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે કે સિનેમાની આ બંને અભિનેત્રીઓ હવે સંસદમાં કેવો આઉટફિટ પહેરશે. આ મામલે બંનેને ટ્વિટર ઉપર ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ ફિલ્મી દુનિયાથી રાજનીતિમાં આવનાર મિમી ચક્રવર્તી અને નુસરત જહાંની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરમાં ટીએમસીની આ બન્ને સાંસદ વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. બસ આ જ પહેરવેશને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો તેના સમર્થનમાં પણ છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે, સંસદ કોઈ ફોટો સ્ટૂડિયો નથી.
મિમી અને નુસરતના આઉટફિટને લઈને ચર્ચા છે કે આ બંને અભિનેત્રીઓએ શોબિઝના અવતારમાંથી બહાર નિકળી લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરવું પડશે. બંનેએ સાંસદ બહાર પાડેલા ફોટો પછી લોકોએ તેમનો વિરોધ શરૂ કરી દીધો છે.And its us again 1st day at Parliament @nusratchirps pic.twitter.com/ohBalZTJCV
— Mimssi (@mimichakraborty) May 27, 2019
The parliament house is not a place for photoshoot. Concentrate on your work
— khounish Mazumder (@Khounishmaz) May 28, 2019
નોંધનીય છે કે, મિમી અને નુસરતે સંસદ બહાર પોતાના ઘણા ફોટો પડાવ્યા હતા અને ટ્વિટર ઉપર પોસ્ટ પણ કર્યા હતા. આ દરમિયાન કેટલાકે તેમને શુભકામના આપી હતી કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યા હતા. એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે આ સંસદ છે, ફોટોશૂટનું સ્થાન નથી, જો આપણા સ્વતંત્રતા સેનાની આ જોઈ લેત તો શું વિચારે. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે આશા છે કે ભવિષ્ય મેકઅપ અને ફોટોશૂટથી જોડાયેલા ન રહીને તેમના ક્ષેત્રના લોકોની ભલાઈમાં નિકળશે.Parliament is not place for pornstar
— Kishor Majumder (@KishorMajumder8) May 27, 2019
વધુ વાંચો





















