TMKOC: 'તારક મહેતા'માં Disha Vakani કેમ પરત ફરવા નથી માંગતી? અસિત મોદીએ કર્યો ખુલાસો
Taarak Mehta Ka Ooltah Chashmah: તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણીની વાપસી વિશે વાત કરી છે, સાથે જ નવી દયાબેન વિશે અપડેટ પણ આપી છે.
Asit Modi On Disha Vakani In TMKOC: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008થી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. આ શોમાં દરેક વ્યક્તિનું પાત્ર એટલું લોકપ્રિય થઈ ગયું છે કે તેઓનું પોત-પોતાનું એક મજબૂત ફેન-ફોલોઈંગ બની ગયુ છે. દયાબેનનું પાત્ર પણ તેમાંનું એક છે. દિશા વાકાણીએ તેના અવાજ અને દયાબેનની ભૂમિકા માટે ઘણો પ્રેમ મેળવ્યો છે. છેલ્લા 6 વર્ષથી તે 'તારક મહેતા'થી દૂર છે અને ચાહકોની આંખો તેને ફરીથી દયાબેનના રૂપમાં જોવા માટે તડપી રહી છે, પરંતુ હવે કદાચ એવું નહીં થાય.
હા હવે દિશા વાકાણી ટીવી પર દયાબેન તરીકે પરત ફરવા માંગતી નથી. અમે નહીં પરંતુ શોના નિર્માતા અસિત મોદી આવું કહે છે. અસિતે કહ્યું કે હવે દિશા શોમાં આવવા માંગતી નથી અને તે તેના પર દબાણ પણ કરી શકે તેમ નથી. નિર્માતાઓ નવી દયાબેનને શોધી રહ્યા છે. જોકે, તેને દિશા વાકાણી જેવી સારી અભિનેત્રી મળી નથી. હાલમાં જ આસિત મોદીએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે દિશા વાકાણીને રિપ્લેસ કરવું એક મોટો પડકાર છે.
દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ શું કહ્યું?
દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું, “હું દિશા વાકાણીના વાપસીના પ્રશ્નથી કંટાળી ગયો છું. હું ઈચ્છું છું કે લોકો મને આ પ્રશ્ન ન પૂછે. હું શોનો નિર્માતા છું તેથી મારે જવાબ આપવો પડશે. હું ઈચ્છું છું કે અમારી મૂળ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી હવે વાપસી નહી કરે. દિશા મારી બહેન જેવી છે. તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તેમને બે બાળકો છે. જો તે પાછી આવવા માંગતી નથી, તો હું તેને દબાણ નહી કરું.
નવી દયાબેન જલ્દી પાછા આવશે
આસિત મોદી શો માટે નવી દયાબેનની શોધમાં છે. આ વિશે અપડેટ આપતા આસિત મોદીએ કહ્યું, “હું નવી દયા ભાભીની શોધમાં છું. દયાબેનનું પાત્ર ભજવવું સરળ નથી. દિશા વાકાણીએ જે રીતે ભજવ્યું છે તે બધા જાણે છે. આજે પણ લોકો તેમને યાદ કરે છે. આ પાત્ર માટે નવો ચહેરો શોધવો સરળ નથી. તેનો અર્થ એ નથી કે હું ડરી ગયો છું. હું ડરતો નથી, પરંતુ હું સંપૂર્ણતા શોધી રહ્યો છું. દિશાને બદલવી અશક્ય છે. તેનો અભિનય ઘણો સારો હતો પરંતુ હું એવા વ્યક્તિની શોધમાં છું જે તેના વ્યક્તિત્વથી બધાને ચોંકાવી દે. થોડો સમય લાગશે પરંતુ આપણને દયાબેન ચોક્કસથી મળશે.