શોધખોળ કરો
Advertisement
સલમાન ખાને બોબી દેઓલની ફિલ્મ 'ક્લાસ ઓફ 83'ના ટ્રેલરને ગણાવ્યું શાનદાર, આપી શુભકામના
બોબી દેઓલના નવા પ્રોજેક્ટ ક્લાસ ઓફ 83નું ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે આ ટ્રેલર સલમાન ખાનને ખૂબ પસંદ આવ્યું છે.
મુંબઈ: બોબી દેઓલના નવા પ્રોજેક્ટ ક્લાસ ઓફ 83નું ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે આ ટ્રેલર સલમાન ખાનને ખૂબ પસંદ આવ્યું છે. સલમાન ખાને બોબી દેઓલ સાથે ફિલ્મ રેસ અને હીરોઝમાં કામ કર્યું છે. સલમાન ખાને બોબી દેઓલને નવા પ્રોજક્ટ માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે. અભિનેતાએ ટ્વિટ કરતા લખ્યું, 'શુભેચ્છાઓ બોબી...ટ્રેલર ખૂબ જ શાનદાર છે.'
ઉલ્લેખનીય છે કે ક્લાસ ઓફ 83થી બોબી દેઓલ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. શુક્રવારે રિલીઝ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ફિલ્મનું 2 મિનિટ 23 સેકન્ડનું ટ્રેલર સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે. પોલીસના યુનિફોર્મમાં બોબી દેઓલ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં બોબી દેઓલ એક પૂર્વ પોલીસ અધિકારીનો રોલ નિભાવી રહ્યો છે, જેને બાદમાં નાસિક પોલીસ અકાદમીમાં ઈન્સ્ટ્રક્ટર બનાવવામાં આવે છે.
આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ટ્રેલર જોતા ખબર પડે છે કે તે ઈન્સ્ટ્રક્ટર તરીકે પોતાની એક ટીમ તૈયાર કરે છે અને આંતરવાદ અને ભ્રષ્ટાચાર સામે લડે છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સિસ્ટમ કઈ રીતે એક ઈમાનદાર અને યોગ્ય પોલીસ અધિકારીને અસફળ સાબિત કરી દે છે.
ફિલ્મની પૂરી સ્ટોરી રિલીઝ બાદ જ ખબર પડશે. ટ્રેલર ખૂબ જ શાનદાર છે. બોબી દેઓલ ખૂબ લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં બોબી સિવાય પુલકિત સમ્રાટ, અનૂપ સોની, શ્રેય સરણ, પ્રિયાંશુ ચેટર્જી અને અમૃતા પુરી લીડ રોલમાં છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે અને અતુલ સબરવાલે ડાયરેક્ટ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion