Tunisha Sharma Death Case: તુનીષાએ શા માટે કરી આત્મહત્યા? શું શીજાન બન્યો મૃત્યુનું કારણ? તપાસ ટીમને મળ્યો મહત્વનો પુરાવો
તુનિષા શર્માની આત્મહત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
તુનિષા શર્માની આત્મહત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
Tunisha Suicide Case: તુનિષા શર્મા આત્મહત્યા કેસનું રહસ્ય ધીરે ધીરે ઉકેલાય રહ્યું છે. તુનીષા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાનની પોલીસ રિમાન્ડ આજે એટલે કે શનિવારે પૂરા થઈ રહ્યા છે. કહેવાય રહ્યું છે કે મુંબઈ પોલીસ ફરીવાર કોર્ટમાં શીજાનની રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે. મળેલ માહિતી મુજબ પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યો છે.
પોલીસ તપાસમાં ધીમે ધીમે તુનીષા શર્મા આત્મહત્યા કેસ પરના પડદાઓ ખુલી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યાના થોડા સમય પહેલા તુનીષા અને શીજાન વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જોકે, પોલીસ પૂછપરછમાં શું બોલાચાલી થઈ હતી તે અંગે શીજને સાચો જવાબ આપ્યો નથી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તુનીષા સીરિયલના સેટ પર શીજાન સાથે કામ કરવાને કારણે હેરાન થઇ રહી હતી.
CCTV ફૂટેજ બનશે મહત્વનો પુરાવો!
તુનિષા શર્માની આત્મહત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે આત્મહત્યાના દિવસે તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું ચર્ચા થઈ તે અંગે શીજાનએ પોલીસને સાચો જવાબ આપ્યો નથી. પોલીસ તપાસમાં એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે બ્રેકઅપ થઇ ગયું હોવા છતાં તુનિષા માટે શીજાનને ભૂલી જવું સરળ નહોતું.
બ્રેકઅપ પછી પણ થતી હતી શીજાન - તુનીષાની ચેટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બ્રેકઅપ બાદ પણ તુનીષા દરરોજ શીજાન સાથે ચેટ કરતી હતી. મળતી માહિતી મુજબ, આ દરમિયાન શીજાન તુનીષા સાથે ચિંતાના ભાવથી વાત કરતો હતો. જેના કારણે તુનીષા માટે શીજાનને ભૂલી જવો મુશ્કેલ હતો. આ આત્મહત્યાના કેસના ઘણા પાસાઓ છે, જેની તપાસ પૂર્ણ થઈ નથી. જેના આધારે આજે તપાસ ટીમ ફરીથી શીજાનના રિમાન્ડ વધારવાની માંગણી કરે તેવી શકયતા છે.
તુનીષાની આત્મહત્યા કે પછી હતું મોતનું કાવતરું ?
તુનીષા આત્મહત્યાનો કેસ આ બે મહત્વના પ્રશ્નો વચ્ચે ગૂંચવાય રહ્યો છે. આ પ્રશ્નોના જવાબની શોધમાં પોલીસની તપાસ ટીમે સિરિયલના સેટની સીસીટીવી તસવીરો પોતાના કબજામાં લઈને તપાસ શરૂ કરી, તો તસવીરોએ ઘણું બધું કહી દીધું. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા પહેલા તુનીષા શીજાન સાથે તેના મેક-અપ રૂમમાં હતી. પછી શીજાન શૂટિંગ માટે ગયો. જે બાદ તુનિષા તેના મેકઅપ રૂમમાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તુનીષા પોતાનો મોબાઈલ મેક-અપ રૂમમાં છોડીને ફરીથી શીજાનના મેક-અપ રૂમમાં ગઈ હતી. જ્યાં તુનિષા ફાંસી પર લટકી ગઈ હતી.
તુનીષાની માતાએ લગાવ્યા શીજાનના પરિવાર પર ગંભીર આરોપ
તુનિષા શર્માની માતા વનિતા શર્માએ શીજાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. વનિતા શર્માએ કહ્યું કે મને શંકા છે કે આમાં શીજાનનો કોઈ હાથ છે અને તેના પરિવારના સભ્યોને પણ આરોપી બનાવવો જોઈએ. તેણે કહ્યું કે શીજાનની માતા મારી પુત્રીને દરગાહ પર લઈ ગઈ હતી અને તેનું ટેટૂ કરાવ્યું. મને ટેટૂ અને કૂતરાં ગમતાં નથી, છતાં શીજાનની માતાએ મારી દીકરીનું ટેટૂ કરાવ્યું અને કૂતરો પણ રાખ્યો.
શીજાન પર મોંઘી ભેટ લેવાનો અને નશો કરવાનો આરોપ છે
તુનીષાની માતાના કહેવા પ્રમાણે, શીજાન તુનીષાને મોંઘી ભેટ આપવા માટે હેરાન કરતો હતો અને તેને ડ્રગ્સના વ્યસનની પણ ટેવ હતી. તુનીષાએ આત્મહત્યા કર્યા બાદ આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી શીજાન ખાનનો પરિવાર આ બાબત પર મૌન છે.