શોધખોળ કરો
Advertisement
TVની આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન, જાણો કોણ છે આ અભિનેત્રી
મુંબઈના ગુરુદ્વારામાં આ કપલે લગ્ન કર્યાં હતાં. અમે કોઈ પણ પ્રકારના તામ-જામ વગર સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.
મુંબઈ: ‘ઉડાન’, ‘જીત ગઈ તો પિયા મોરે’ તેમજ ‘વિશ’ જેવી જાણીતી સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરે બોયફ્રેન્ડ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. તે અને ગગન ઉર્ફે ગભરું છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતાં. ગગન પણ ટેલિવુડ સાથે સંકળાયેલો છે, તે રિયાલિટી શો માટે કામ કરે છે.
મુંબઈના ગુરુદ્વારામાં આ કપલે લગ્ન કર્યાં હતાં. આ અંગે વાત કરતાં દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના તામ-જામ વગર સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમે મહેંદી, હલ્દી અને ચૂડા સેરેમની જેવા પ્રી-વેડિંગ ફંક્શન પણ કર્યાં હતા.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, બધું અચાનકથી જ થયું હતું. અમે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ખૂબ ખરાબ દિવસો પણ જોયા છે. પરંતુ અમે એકબીજાનો સાથ ક્યારેય ન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
દિવ્યા અને ગગનના ઈન્ટર-કાસ્ટ મેરેજ હોવાથી બંનેમાંથી કોઈના પરિવારજને હાજરી આપી નહોતી. આ અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ગગન અને મેં ઘણી તકલીફોનો સામનો કર્યો છે કારણે કે અમારા પરિવારે આ સંબંધને મંજૂરી આપી નહોતી. જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે અમારી સામે કોઈને કોઈ સમસ્યા આવી હતી. અમે 2015માં સગાઈ કરી ત્યારે પણ પરિવારજનો વગર કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement