શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ વચ્ચે ફરી શરૂ થયું 'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ, આ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ
મનમોહન તિવારીનો રોલ કરતાં રોહિતાશ્વ ગૌરે કહ્યું, દરેક શોટ બાદ માસ્ક પહેરવાનું ચાલુ રાખીએ, સમયાંતરે હાથને ધોતા રહીએ અને સોશિયલ ડિસ્ટેંસ જાળવી રાખીએ તે સુનિશ્ચિત કર્યુ છે.
મુંબઈઃ કોરોના વાયરસના પ્રકોપના કારણે ત્રણ મહિનાના બ્રેક બાદ લોકપ્રિય કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ રવિવારથી શરૂ થઈ ગયું છે. આ 100 દિવસમાં કોરોના વાયરસના કારણે શૂટિંગના સેટ્સ પર મેકઅપથી લઈ ઘણું બધુ બદલાઈ ગયું છે.
શોમાં વિભૂતિ નારાયણનો રોલ કરતાં આસિફ શેખે કહ્યું, "આટલા લાંબા બ્રેક બાદ સેટ પર આવવું સારું લાગ્યું. હું લાંબા સમયથી શૂટિંગ શરૂ થવાની રાહ જોતો હતો અને મને સેટ પર પરત આવવાની ખુશી છે."
અંગૂરી ભાભીનો રોલ કરતી શુભાંગીએ કહ્યું, "હું સેટ પર પરત આવીને ખૂબ ઉત્સાહિત છું અને જલદી નવા એપિસોડની સાથે અમારો શો ફરી રજૂ થશે. પહેલા અમારો સેટ અનેક લોકોથી ભરાયેલો રહેતો હતો પરંતુ હવે અહીંયા મર્યાદીત લોકો જોઈ શકાય છે."
મનમોહન તિવારીનો રોલ કરતાં રોહિતાશ્વ ગૌરે કહ્યું, "દરેક શોટ બાદ માસ્ક પહેરવાનું ચાલુ રાખીએ, સમયાંતરે હાથને ધોતા રહીએ અને સોશિયલ ડિસ્ટેંસ જાળવી રાખીએ તે સુનિશ્ચિત કર્યુ છે. હું નવા એપિસોડને લઈ ઉત્સાહિત છું અને મને વિશ્વાસ છે કે દર્શકોની પસંદગીનો શો જલદી આવશે."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement