શોધખોળ કરો
Advertisement
અક્ષયની 25 કરોડના દાનથી આશ્ચર્યમાં પડી ગયેલી પત્નિ ટ્વિંકલે શું કર્યો હતો સવાલ ? અક્ષયનો જવાબ સાંભળીને માન થશે....
અક્ષયકુમારે 25 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી તેના કારણે તેની પત્નિ ટ્વિંકલ ખન્ના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.
નવી દિલ્હીઃ કોરોનાવાયરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીને સહાય આપવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની સહાય પીએણ કેર્સ ફંડમાં આપવાની જાહેરાત કરી છે.
અક્ષયકુમારે 25 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી તેના કારણે તેની પત્નિ ટ્વિંકલ ખન્ના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. અક્ષયે આ જાહેરાત કરી પછી ટ્વિંકલે તેને પૂછ્યું હતું કે, ખરેખર તે આ દાન આપવા ઈચ્છે છે કેમ કે આ રકમ બહુ મોટી છે. આ ઉપરાંત આપણે આ રકમ ભેગી કરવામાં પણ તકલીફ પડશે.
અક્ષય કુમારે ટ્વિંકલને જવાબ આપ્યો કે, હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે મારી પાસે કશું નહોતું અને હવે જ્યારે હું સારી સ્થિતીમાં છું ત્યારે જેમની પાસે કંઈ નથી એવાં લોકો માટે કંઈ કરવામાં હું પાછી પાની કઈ રીતે કરી શકું ?
ટ્વિંકલે આ જાહેરાત પછી પોતે અત્યંત ગર્વ અનુભવતી હોવાની પણ ટ્વિટ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement