ઉર્વશી અને શાહરૂખ ખાન દુબઈમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં સાથે દેખાયાં હતાં. બંને વચ્ચેની નિકટતાથી શાહરૂખની પત્નિ ગૌરી ખાન ટેન્શનમાં આવી ગઈ હોવાના અહેવાલ પણ મીડિયામાં છપાયા હતા. તેણે શાહરૂખને ચેતવ્યો પછી બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાયું હતું.
2/6
મુંબઇ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થઈ એ સાથે જ ક્રિકેટરો અને અભિનેત્રીઓનાં અફેર્સની વાતો પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ઘણી હોટ હીરોઈનો આઈપીએલમાં રમી રહેલા ક્રિકેટરો સાથે દેખાઈ રહી છે અને ઘણી હીરોઈનો ક્રિકેટરો સાથે ખાનગીમાં મુલાકાતો કરી રહી હોવાના અહેવાલો છે.
3/6
હાર્દિક અને એલી અનેક વાર રેસ્ટોરન્ટ, એરપોર્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા. એલીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે 'નો કોમેન્ટ્સ' કહીને જવાબ ટાળ્યો હતો પણ બંને છેલ્લા કેટલાક સમયથી સાથે નથી દેખાતાં તેથી બંને વચ્ચે બ્રેક અફ થઈ ગયું હોવાનું મનાય છે.
4/6
બોલિવૂડની એક વેબસાઇટમાં જણાવ્યા અનુસાર એક પાર્ટીમાં હાર્દિક પંડયા અને ઉર્વશી સતત સાથે જોવા મળ્યા હતા. જો કે, હાર્દિક કે ઉર્વશી આ અંગે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. અન્ય એક અહેવાલ અનુસાર હાર્દિક પંડયાનું અગાઉ બોલિવૂડની જ અન્ય એક અભિનેત્રી એલી એવરામ સાથે પણ નામ ચર્ચાયું હતું
5/6
ઉર્વશી રાઉતેલા 24 વર્ષની છે અને મિસ ઈન્ડિયા બની ચૂકી છે. 2015માં 21 વર્ષની વયે મિસ ઈન્ડિયા બનેલી ઉર્વશી મિસ યુનિવર્સમાં ફાઈનલમાં પણ નહોતી પહોંચી. સન્ની દેઓલ સાથેની ફિલ્મ સિંહ સાહેબ ધી ગ્રેટથી ફિલ્મી કારકિર્દી શરૂ કરનારી ઉર્વશીની સનમ રે ફિલ્મ ખાસી સફળ થઈ હતી.
6/6
આ એક્ટ્રેસીસની યાદીમાં હોટ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાનું નામ ઉમેરાયું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું હાલમાં બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રાઉતેલા સાથે અફેર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉર્વશી રાઉતેલાનું અગાઉ શાહરૂખ ખાન સાથે અફેર હોવાની પણ ચર્ચા ચાલી હતી.