શોધખોળ કરો
Advertisement
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ના ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા વખાણ, જાણો
બોલીવૂડ અભિનેતાઆયુષ્માન ખુરાના સ્ટારર રોમેન્ટિક ગે કોમેડી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' શુક્રવારે રિલીઝ થઈ છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના સ્ટારર રોમેન્ટિક ગે કોમેડી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' શુક્રવારે રિલીઝ થઈ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ પોતાના સંવેદનશીલ વિષયના કારણે ચર્ચાનો વિષય બની રહી છે. ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફિલ્મના વખાણ કર્યા છે.
બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી ટેચેલે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' પર એક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે 'બોલિવૂડની એક રોમેન્ટિક કોમેડી રિલીઝ થઈ છે. ભારતમાં સમલૈંગિકતાને કાયદેસર કર્યા બાદ હવે આ ફિલ્મ દ્વારા દેશના વડીલ લોકોને સમલૈંગિકતા પ્રત્યે જાગરૂક અને જીતવાની કોશિશ કરાઈ રહી છે. વાહ.'
બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી આ ટ્વીટને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી અને ગ્રેટ લખ્યું હતું. બાદમાં પીટરે પણ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે આશા રાખુ છું કે આ પ્રેસિડન્ટ ટ્રમ્પના એલજીબીટીના મુદ્દાને ગંભીરતાથી લેવાની શરૂઆત છે અને આશા છે કે આ કોઈ પીઆર સ્ટન્ટ નથી. શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મને હિતેશ કેવલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ગજરાજ રાવ, માનવી ગગરૂ વગેરે સામેલ છે.Great! https://t.co/eDf8ltInmH
— Donald J. Trump (@realDonaldTrump) February 21, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement