શોધખોળ કરો
Advertisement
શૂટિંગ દરમિયાન જ બગડી આ એક્ટ્રેસની તબિયત, તાત્કાલીક હોસ્પિટલમાં.....
ટીનાની તબિયત સારી નથી, તેને વાયરલ તાવ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવી પડી.
મુંબઈઃ ટીવી સીરિયલ ઉત્તરમાં ઈચ્છાની ભૂમિકા ભજવનાર ટીના દત્તાને આ સીરિયલથી ઓળખ મળી છે. હાલમાં જ ટીનાના ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, ટીનાને હાલમાં હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવી છે.
ટીનાની તબિયત સારી નથી, તેને વાયરલ તાવ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવી પડી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેટ પર જ ટીનાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને 104 ડિગ્રી તાવ આવતા મુંબઈના પવઈ સ્થિત હીરાનંદાણી હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જો કે ટીના તરફ આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
ટીના બિગબોસની આગામી સીઝનમાં જોવા મળી શકે છે. સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા બિગ બોસ 13 માટે ટીનાને અપ્રોચ કરાઈ હોવાના ન્યૂઝ છે. સાથે જ ઉતરણમાં તપસ્યાનો રોલ પ્લે કરનારી રશ્મિ દેસાઈ પણ બિગ બોસમાં નજર આવી શકે છે. જો બંને શો માટે હા પાડશે તો ફરી એકવાર ઈચ્છા અને તપસ્યાની ધમાકેદાર જોડી બિગબોસમાં ધમાલ મચાવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ગેજેટ
Advertisement