કાદર ખાન અને અરૂણા ઈરાનીએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ઇંસાફ કી આવાજ, રાજાજી, તોહફા અને શહેનશાહ જેવી ફિલ્મો મુખ્ય છે. અનેક ગુજરાતી ફિલ્મો અને સીરિયલોમાં અરૂણા ઇરાનીએ યાદગાર અભિનય કર્યો છે.
2/3
કાદર ખાનને ભાઈજાન કહીને બોલાવતી અરૂણઆ ઈરાનીએ કહ્યું કે, ભાઈ જાન અને હું બંને ગરીબ પરિવારમાંથી આવતા હતા. તે હંમેશા તેમના અને મારા ગરીબીના દિવસો અંગે વાત કરતા હતા. તેઓ જેટલા સારા કલાકાર હતા તેનાથી પણ વધારે સારા વ્યક્તિ હતા. સેટ પર તે મને સાથે રાખતા હતા.
3/3
મુંબઈઃ કાદર ખાનના નિધનથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીથી સાથે સંકળાયેલા લોકો સહિત ચાહકો પણ આઘાતમાં છે. કાદર ખાન સાથે અનેક ફિલ્મોમાં અભિનય કરનારી ગુજરાતી એક્ટ્રેસ અરૂણા ઈરાનીએ રડતાં રડતાં જણાવ્યું કે, ‘સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. કાદર ભાઈ, શક્તિ કપૂર, અસરાની અને હું એમ અમારું ચાર શેતાનનું ગ્રુપ હતું. આજે મારું ગ્રુપ તૂટી ગયું. તેં મને નાની બહેનની જેમ રાખતા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની હિંમત આપે.’