શોધખોળ કરો

Kaikala Satyanarayana Death: દક્ષિણ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા કૈકલા સત્યનારાયણે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Kaikala Satyanarayana Death:  દક્ષિણના દિગ્ગજ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું છે. વામશી અને શેખરે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા તેમના નિધનના સમાચાર શેર કર્યા છે.

Kaikala Satyanarayana Passes Away: સાઉથ સિનેમામાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું છે. અભિનેતાએ આખરે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને સવારે અંતિમ શ્વાસ લીધા. 87 વર્ષની ઉંમરે અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી પીડાતા હતા અને 23 ડિસેમ્બરની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સત્યનારાયણના નિધનના સમાચારથી સમગ્ર સિનેમા ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે.

દક્ષિણ સિનેમા તરફથી દુઃખદ સમાચાર

વામશી અને શેખરે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા અભિનેતા કૈકલા સત્યનારાયણના મૃત્યુની માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણ ગારુનું નિધન થયું છે. તેમના આત્માને શાંતિ મળે.' આ પોસ્ટ બાદથી સાઉથ ફિલ્મોના તમામ સ્ટાર્સ અને ફેન્સ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અહેવાલ મુજબ, અભિનેતાના અંતિમ સંસ્કાર આવતીકાલે 24 ડિસેમ્બરે મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે.

અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન

કૈકલા સત્યનારાયણે વર્ષ 1960માં નાગેશ્વરમ્મા સાથે લગ્ન કર્યા અને તેઓ પુત્રીઓ અને બે પુત્રોના માતાપિતા છે. અભિનેતા તેલુગુ સિનેમાના પીઢ અભિનેતાઓમાંના એક હતા. અભિનય ઉપરાંત તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. તેણે 750થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે મહેશ બાબુ, એનટીઆરથી લઈને યશ સાથે પણ સ્ક્રીન શેર કરી છે. સત્યનારાયણનું અવસાન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો ફટકો છે.

કૈકલા સત્યનારાયણ અનેક રોગથી પીડાતા હતા 

87 વર્ષના કૈકલા સત્યનારાયણ વૃદ્ધાવસ્થાના કારણે વિવિધ રોગોથી પીડાતા હતા. ગયા વર્ષે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના નિધન પર દક્ષિણ ભારતીય ફિલ્મોના તમામ મોટા કલાકારો શોક વ્યક્ત કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget