શોધખોળ કરો
Advertisement
વિકી કૌશલની મિસ્ટ્રી વુમન છે આ એક્ટ્રેસ, કરી રહ્યો છે ડેટ!
માલવિકા અને વિકી સાથે જોડાયેલા સૂત્રોએ બંનેના રિલેશનશિપની વાતને ફગાવી દીધી છે. સૂત્રો અનુસાર, બંને વચ્ચે મિત્રતાથી વધુ કશું જ નથી.
નવી દિલ્હીઃ વિકી કૌશલ હરલીન સેઠી સાથે બ્રેકઅપ બાદ આખરે કોને ડેટ કરી રહ્યો છે. આ સવાલનો જવાબ ઘણાં સમથી ફેન્સ જાણવા માગે છે. મીડિયા અહેવાલ અનુસાર ક્યારેક કહેવાય છે કે વિકી કૌશલ કૈટરીના કેફને ડેટ કરી રહ્યો છે, તો ક્યારે ભૂમિ પેડનકેરનું નામ તેની સાથે જોડાય છે. પરંતુ હવે નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે તે જે સ્ટારને ડેટ કરી રહ્યો છે તેનું નામ માલવિકા મોહન છે.
જોકે, માલવિકા અને વિકી સાથે જોડાયેલા સૂત્રોએ બંનેના રિલેશનશિપની વાતને ફગાવી દીધી છે. સૂત્રો અનુસાર, બંને વચ્ચે મિત્રતાથી વધુ કશું જ નથી.
સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’ રિપોર્ટ્સ અનુસાર માલવિકા દર વર્ષે વિકીને રાખડી બાંધે છે અને એક્ટરને પોતાનો રાખી બ્રધર માને છે.
આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, આ બંને વચ્ચે નિકટતા વધી રહી છે. રિલેશનશિપની વાતોને તે સમયે વધારે લાઈમલાઈટ મળી હતી જ્યારે વિકી માલવિકાના ઘરે જમવા માટે પહોંચ્યો હતો અને તેણે આ દરમિયાન એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement