નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે NTRની પત્નીનો રોલ નિભાવતી નજરે પડશે.
2/4
આ ફિલ્મ 50 કરોડ રૂપિયાના બજેટથી બની રહી છે. ફિલ્મની કહાની નંદમુરી તારકા રામારાવ (NTR)ના જીવન અંગે છે. જેઓ એક અભિનેતા, પ્રોડ્યૂસર, નિર્દેશક, એડિટર અને રાજનેતા હતા. તેમણે 7 વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
3/4
સાઉથની સિનેમાના દિગ્ગજ એક્ટર અને રાજનેતા NTRની બાયોપિકને ક્રિશ જગરલમુદી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ ભાગ 9 જાન્યુઆરીએ રિલીઝ થશે. જ્યારે બીજો હિસ્સો ગણતંત્ર દિવસ પર રજૂ કરવામાં આવશે.
4/4
વિદ્યાના ઈન્સ્ટા ફેનક્લબ એકાઉન્ટ પરથી એક્ટ્રેસની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં NTRની બાયોપિકમાં તેનો આ લુક હોવાનું કહેવાય છે. તસવીરમાં વિદ્યા બાલન વ્હાઇટ અને રેડ બોર્ડરની સાડી પહેરેલી છે. તે સાઉથ ઈન્ડિયન લુકમાં નજરે પડી રહી છ. માથામાં ગજરો પણ નાંખ્યો છે.