શોધખોળ કરો
Advertisement
પૂનમ પાંડેએ પતિ પર આરોપ લગાવતાં જ કેવા મીમ્સનું સોશિયલ મીડિયા પર આવ્યું ઘોડાપુર ? જુઓ
પૂનમે હાલમાં જ સેમ સાથે લગ્ન કર્યા છે. જેની તસવીર પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પણજી: બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિ સેમ બૉમ્બે વિરુદ્ધ મારપીટ અને ડરાવવા -ધમકાવવાની ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે સેમ બોમ્બેની ધરપકડ કરી લીધી છે. પૂનમે હાલમાં જ સેમ સાથે લગ્ન કર્યા છે. જેની તસવીર પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામમાં બની હતી જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. હાલ ટ્વિટર પર હેશટેગ પૂનમ પાંડે ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લોકો અવનવા મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.
કેનાકોના પોલીસ સ્ટેશનના નિરીક્ષક તુકારામ ચૌહાણે કહ્યું કે, “પાંડેએ સોમવારે મોડી રાતે તેના પતિ સેમ બૉમ્બે સામે મારપીટની ફરિયાદ નોંધાવી હતી.સેમે તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. હાલ સેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે.”
લગ્નના બંધનમાં બંધાયા બાદ પૂનમ અને સેમે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરીને ગૂડ ન્યૂઝ આપ્યા હતા. પૂનમ અને સેમ બન્ને ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક બીજાને ફોલો કરે છે. જણાવીએ કે, સેમ જ પૂનના બોલ્ડ વીડિયો અને ફોટોશૂટ કરે છે.
જણાવીએ કે, પૂનમ પાંડેએ 2013માં આવેલી ફિલ્મ નશાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement