Watch:'શહજાદા'ના ટ્રેલર લોન્ચ વચ્ચે, Kartik- Kritiએ પંજાબમાં ઉજવી લોહરી
Shehzada: કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર પંજાબમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. લોહરીના અવસર પર બંને સ્ટાર્સ પંજાબ પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ લોહરીની ઉજવણી કરી હતી.
Kartik Aaryan Kriti Sanon Lohri: કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર 12 જાન્યુઆરીના રોજ ગેટી ગેલેક્સી મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. 'શહેજાદા'નું ટ્રેલર મનોરંજનથી ભરપૂર છે. 'શેહજાદા' તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપ્રેમુલુ'ની રિમેક છે, જે અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત હતી. તમને જણાવી દઈએ કે મેકર્સે ટ્રેલરને ત્રણ શહેરોમાં લોન્ચ કરવાની તૈયારી કરી હતી. મુંબઈમાં ભવ્ય લોન્ચિંગ પછી, કાર્તિક અને કૃતિ 13 જાન્યુઆરીએ લોહરીની ઉજવણી કરવા અને ટ્રેલર લૉન્ચ કરવા પંજાબના જલંધર પહોંચ્યા. ત્યારબાદ આજે, 14 જાન્યુઆરીએ 'શહેજાદા'ના સ્ટાર્સ કાઈટ ફ્લાઈંગ ફેસ્ટિવલ માટે કચ્છ ગયા છે.
પંજાબમાં કાર્તિક અને કૃતિનું ઢોલ-ભાંગડા સાથે થયું સ્વાગત :
કાર્તિક અને કૃતિ પંજાબ પહોંચ્યા કે તરત જ ઢોલ, ભાંગડા અને ડાન્સ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. લોહરીના અવસર પર સ્ટાર્સ લાલ દુપટ્ટા પહેરીને જોવા મળ્યા હતા અને ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પંજાબના લોકોએ તેમને તેમની ધૂન પર ડાન્સ કરાવ્યો અને બંને 'ભાંગડા'માં પણ કરતા જોવા મળ્યા. જણાવી દઈએ કે, કાર્તિક આર્યનએ પંજાબમાં લોહરી ઈવેન્ટમાં પહોંચવાનો વિડીઓ પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, " શહેજાદા તરફથી લોહરીની શુભેચ્છા, પંજાબમાં મારી પ્રથમ લોહરી ઉજવણી."
નિર્માતા તરીકે કાર્તિકની પ્રથમ ફિલ્મ છે 'શહેજાદા' :
તમને જણાવી દઈએ કે, કાર્તિક 'શહેજાદા' થી પ્રોડ્યુસર પણ બની ગયો છે, જ્યારે કૃતિએ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કાર્તિક સાથે તેની કેમેસ્ટ્રી વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, "તેની સાથે કામ કરવું ખૂબ સરસ હતું. તે એક મિત્ર છે અને હું તેની સાથે કામ કરવા માટે આરામદાયક છું. આ ફિલ્મ જેટલો મનોરંજક અનુભવ હતો તેટલો જ આનંદદાયક હતો. રોહિત ધવને તેના પર સખત મહેનત કરી છે."
કૃતિએ 'શહેજાદા' શૂટ પૂર્ણ થયા બાદ BTS ફોટો શેર કર્યો હતો :
અગાઉ, જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું, ત્યારે કૃતિએ ઘણા BTS ફોટા શેર કર્યા હતા. તસવીરોમાં કાર્તિક, કૃતિ અને મનીષા કોઈરાલા સહિતના સમગ્ર શહજાદાની ટીમ જોવા મળી હતી. કૃતિએ કેપ્શન સાથે તસવીરો પોસ્ટ કરી, "અને અંતે રેપ અપ !! #Shehzada હંમેશની જેમ ખુશ ઉદાસી લાગણી.. દુખ એ છે કે આ સુંદર સફરનો અંત આવ્યો છે, અને ખુશી છે કે અમે તેને ખૂબ જ જલ્દી તમારી સમક્ષ લાવી શકીએ છીએ." શેહઝાદા 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
'શહેજાદા' ક્યારે રિલીઝ થશે?
આ સાથે તમને જણાવી દઈએ કે 'શહજાદા'નું ટ્રેલર રિલીઝ થયા બાદ ફેન્સ થિયેટરોમાં આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રોહિત ધવન દ્વારા નિર્દેશિત 'શહેજાદા' 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવા સંપૂર્ણ પણે તૈયાર છે.