એમેરિકાની જેમ ભારતમાં લોકો ક્યારે માસ્ક પહેર્યા વિના ફરી શકશે ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું ?
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકોએ પણ માસ્ક અને સામાજિક અંતર જાળવવાનની અપીલ લોકોને કરવામાં આવી રહી છે. જો કે અમેરિકાએ વેક્સિનેટ લોકોને માસ્ક પહેરવાથી મુક્તિ આપી દીધી છે. આ સ્થિતિમાં સવાલ એ થાય કે, આપણા દેશમાં આ સ્થિતિ ક્યાારે આવશે. આ મામલે એક્સપર્ટ શુ કહે છે જાણીએ...
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકોએ પણ માસ્ક અને સામાજિક અંતર જાળવવાનની અપીલ લોકોને કરવામાં આવી રહી છે. જો કે અમેરિકાએ વેક્સિનેટ લોકોને માસ્ક પહેરવાથી મુક્તિ આપી દીધી છે. આ સ્થિતિમાં સવાલ એ થાય કે, આપણા દેશમાં આ સ્થિતિ ક્યાારે આવશે. આ મામલે એક્સપર્ટ શુ કહે છે જાણીએ...
અમેરિકામાં કોરોના સંક્રમિત દેશનની લિસ્ટમાં એક સમયે મોખરે હતું, હાલ અમેરિકાના 15 કરોડ લોકોએ વેક્સિન લઇ લીધી છે. જ્યારે આપણા દેશમાં હજુ 18 કરોડ લોકો જ વેક્સિનેટ થયા છે. દેશમાં હાલ વેક્સિનની કમી જોવા મળી રહી છે. આ મુદે એક્સ્પર્ટનું માનવું છે કે, કોરોના કેસ ઘટાડવા માટે જરૂરી છે કે, 50 કરોડ લોકો વેક્સિનેટ થઇ જાય. જુલાઇ બાદ વેક્સિનનેશનના અભિયાનને તેજ ગતિ મળશે. કારણે કે અનુમાન છે કે, ત્યાં સુધીમાં કંપની તેનુંપ્રોડકશન વધારી દેતા દેશને પુરતાં પ્રમાણમાં વેક્સિનનો જથ્થો મળી જશે. કંપની દ્રારા વેક્સિનનુ પ્રોડકશન વધી જતાં અનુમાન લગાવાય રહ્યો છે કે, ત્યારબાદ એટલે કે જુલાઇ બાદ 90 લાખથી વધુ રોજ વેક્સિન લગાવવાામં આવશે.
ભારતને માસ્કથી ક્યારે મળશે મુક્તિ?
ભારતને માસ્કથી મુક્તિ ક્યારે મળશે? જેના સવાલના જવાબમાં એકસ્પર્ટે જણાવ્યું કે, આજે આપણા દેશના 18 કરોડ લોકો વેક્સિનેટ થયા છે. જ્યારે 100 કરોડ લોકો વેક્સિનેટ થઇ જશે પછી કદાચ ભારતને પણ વેક્સિનથી મુક્તિ મળી જશે. દેશમાં જ્યારે વેક્સિનેટ લોકોની સંખ્યા વધી જશે ત્યારે કોરોનાના કેસ પણ ઘટી જશે અને સંક્રમણ ફેલાવવાની શક્યતા ઓછી થઇ જતાં માસ્કથી મુક્તિ મળી જશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડન્ટ ડો. જે.એ.જયલાલે કહ્યું કે, હજું માસ્ક ન પહેરવાની સ્થિતિ માટે આપણે હજું ઘણીરાહ જોવી પડશે કારણે કે આપણે હજું અમેરિકાથી ઘણા પાછળ છીએ. સ્થિતને કાબૂમાં લેવામાં હાલ રોજ 50થી 60 લાખ લોકોનું વેક્સિનેટ થવું જોઇએ. જો દર મહિને 15 કરોડને વેક્સિન લગાવવામાં આવે તો ડિસેમ્બર સુધીમાં 100 કરોડ લોકો વેક્સિનેટ થઇ શકે ત્યારબાદ વેક્સિનેટ લોકોને માસ્કથી મુક્તિ મળી શકે છે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 22 લાખ 20 હજાર 164 ડોઝ આપવામાં આવ્યા છે.