Year Ender 2025: ક્યા સેલેબ્સ હાર્ટ અટેક કે કાર્ડિયક અરેસ્ટના બન્યા ભોગ? અચાનક દુનિયાને કહ્યું અલવિદા
Celebrities Who Suffered of Heart Attack: બોલિવૂડ માટે 2025 એટલું સુખદ નથી રહ્યું, કારણ કે આ વર્ષે ઇન્ડસ્ટ્રીના આવા જ કેટલાંક સિતારાઓએ હાર્ટ અટેક કે કાર્ડિયક અરેસ્ટના કારણે જિંદગી ગુમાવી.

Celebrities Lost to Heart Attacks or Sudden Cardiac Arrest: 2025નું વર્ષ મનોરંજન ઉદ્યોગ માટે ઉતાર-ચઢાવથી ભરેલું તેમજ ખૂબ જ પીડાદાયક સાબિત થયું, કારણ કે આપણે લાખો લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવતા ઘણા સ્ટાર્સ ગુમાવ્યા. ઘણી જાણીતી હસ્તીઓએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો અને તેના કારણે તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા.
સુલક્ષણા પંડિતનું હાર્ટ અટેકથી મોત
સુલક્ષણા પંડિત હિન્દી ફિલ્મ અભિનેત્રી હતી. નવેમ્બર 2025 માં 71 વર્ષની વયે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમણે લગ્ન કર્યા ન હતા અને પોતાનું જીવન સંગીતને સમર્પિત કર્યુ હતું. એવું કહેવાય છે કે સંજીવ કુમારે તેમની ઓફર નકારી કાઢ્યા પછી તેમણે આ નિર્ણય લીધો હતો.
રાજુ તાલિકોટનો હાર્ટ અટેકે લીધો ભોગ
કન્નડ સિનેમાના પ્રખ્યાત અભિનેતા રાજુ તાલિકોટનું ઓક્ટોબરમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 62 વર્ષીય રાજુ તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે સેટ પર હતા. એક દ્રશ્ય પૂર્ણ કર્યા પછી, તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ પડી ગયા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
શેફાલી જરીવાલાના નિધનના દુ:ખને હજુ પણ ઘણા લોકો ભૂલી શક્યા નથી. તેમનું જૂન 2025 માં 42 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. શેફાલી જરીવાલાએ 2002 માં "કાંટા લગા" ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મેળવી હતી. ફિલ્મોની સાથે, તે "બિગ બોસ 13" જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી.
રિષભ ટંડનું હ્રદયરોગના કારણે નિધન
રિષભ ટંડન, જેમને ફકીર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું ઓક્ટોબર 2025 માં 35 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. રિષભ ટંડન એક અભિનેતા, ગાયક અને સંગીતકાર હતા. તેમણે 2008 માં ટી-સીરીઝના "ફિર સે વહી" આલ્બમથી ડેબ્યૂ કર્યું. તેમનું ગીત "ઇશ્ક ફકીરાના" ખૂબ જ હિટ રહ્યું, જેના કારણે તેમને "ફકીર" ઉપનામ મળ્યું
વિરેન્દર સિંહનું હાર્ટ અટેકથી નિધન
ફિટનેસ માટે પ્રખ્યાત બોડીબિલ્ડર વરિન્દર સિંહનું પણ હૃદયરોગના હુમલાથી નિધન થયું. તેઓ વિશ્વના પ્રથમ શાકાહારી વ્યાવસાયિક બોડીબિલ્ડર હતા, જેમણે માંસાહાર વિના પોતાનું શરીર બનાવ્યું હતું. તેમને એક દિવસ અચાનક ખભામાં દુખાવાની સમસ્યા ઉભી થઇ હતી. તેમની સર્જરી કરવામાં આવી હતી અને આ દરમિયાન તેમને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો.





















