(Source: ECI/ABP News/ABP Majha)
Hun Iqbal: શેમારૂમી પર મળો ‘ઈકબાલ’ ને, જેને શોધી રહ્યું છે આખું અમદાવાદ!
Hun Iqbal: પલ્લવ પરીખ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં દેવકી, મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, નિરવ વૈદ્ય અને રવિ રંજન જેવા કલાકારો જોવા મળશે
Hun Iqbal: ગુજરાતીઓનું સૌથી મનગમતું પ્લેટફોર્મ શેમારૂમી ફરી એકવાર એક લેટેસ્ટ હિટ ફિલ્મ લઈને હાજર થઈ રહ્યું છે. હજી કેટલાક સપ્તાહ પહેલા જ રિલીઝ થનાર અને થિયેટર્સમાં દર્શકોને આનંદની રોલરકોસ્ટર રાઈડનો અનુભવ આપનાર ગુજરાતી ફિલ્મ શેમારૂમી પર 23 ફેબ્રુઆરીથી રિલીઝ થઈ છે. દેવકી અને મિત્ર ગઢવી સ્ટારર સસ્પેન્સ ફિલ્મ ‘હું ઈકબાલ’ હવે શેમારૂમીના દર્શકો માણી શક્શે.
શું છે ફિલ્મની સ્ટોરી
શેમારૂમીએ અત્યાર સુધી પોતાના દેશ-વિદેશમાં બેઠેલા દર્શકોને શાનદાર વેબસિરીઝ, સુંદર ગુજરાતી નાટકો અને સુપરહિટ ગુજરાતી ફિલ્મો પીરસીને જબરજસ્ત કન્ટેન્ટ પૂરૂ પાડ્યું છે. હવે, શેમારૂમી પોતાની કલીમાં વધુ એક છોગું ઉમેરવા જઈ રહી છે. હજી કેટલાક સમય પહેલા જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘હું ઈકબાલ’નો 23 ફેબ્રુઆરીથી શેમારૂમી પર વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થઇ રહ્યો છે. આ ફિલ્મ તેના નામ પ્રમાણે ઈકબાલની આસપાસ ફરે છે. જેમાં ઈકબાલ નામનો રહસ્યમય ચોર એક ચોરીને અંજામ આપે છે, અને પછી અમદાવાદની પોલીસને પોતાને શોધવા માટે ચેલેન્જ આપે છે. કોઈને ખબર નથી ઈકબાલ કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યારે ચોરી કરી જાય છે. અમદાવાદ પોલીસ આ ચપળ ચોરને શોધવા માટે આખા શહેરની મદદ લે છે. શું ઈકબાલ પકડાશે? શું એ જાણી શકાશે કે આ ઈકબાલ ખરેખર છે કોણ? આ સવાલોના જવાબ જાણવા માટે શેમારૂમી પર તમારે ફિલ્મ ‘હું ઈકબાલ’ જોવી પડશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની રોમાંચક સસ્પેન્સ વાર્તા ભાગ્યે જ જોવા મળે છે
પલ્લવ પરીખ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં દેવકી, મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, નિરવ વૈદ્ય અને રવિ રંજન જેવા કલાકારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થિયેટર રિલીઝ સમયે આ સસ્પેન્સ ફિલ્મે દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી હતી. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની રોમાંચક સસ્પેન્સ વાર્તા ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે શેમારૂમીના દર્શકો માટે પણ આ ફિલ્મ એક ટ્રીટ સમાન બની રહેશે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.