પંજાબ સામે કોહોલીએ આઈપીએલમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. તે આઈપીએલમાં પાર્થિવ સાથે ઓપનિંગમાં આવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીએ 48 રનની ઈનિંગ રમવા દરમિયાન આઈપીએલ 2018માં 500 રન પણ પૂરા કર્યા હતા.
2/7
નવી દિલ્હીઃ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14મેના રોજ પંજાબને 10 વિકેટથી હાર આપી હતી. ઉમેશ યાદવની ઘાતક બોલિંગ સામે પંજાબની ટીમ 88 રનમાં ખખડી ગઈ હતી અને બેંગ્લોરે 8.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લઈ પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી.
3/7
અનુષ્કા બેંગ્લોરની મેચ જોવા અને પતિની ટીમને ચીયર કરવાનો એક પણ મોકો છોડતી નથી, પરંતુ આ વખતે ફિલ્મના શૂટિંગના કારણે આમ થઈ શક્યું નહોતું.
4/7
અનુષ્કાની આ ટ્વિટનો જવાબ વિરાટ કોહલીએ ખૂબ પ્રેમથી આપ્યો છે. વિરાટે અનુષ્કાના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, યસ માય લવ.... અમે આવી રહ્યા છીએ.
5/7
આ મેચ જોવા બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આવી શકી નહોતી. પરંતુ તેણે મેકઅપ રૂમમાંથી જ આરસીબીને ચીયર કર્યું હતું. અનુષ્કા હાલ ‘ઝીરો’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
6/7
સોમવારે પંજાબ સામે રમાયેલી મેચ પહેલા અનુષ્કાએ એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અનુષ્કાએ જે ટી શર્ટ પહેરી હતી તેની પાછળ વિરાટ કોહલીનું નામ લખેલું હતું. આ તસવીરને શેર કરતાં અનુષ્કાએ લખ્યું હતું કે, કમ ઓન બોયઝ...
7/7
અનુષ્કાની આ ટ્વિટનો જવાબ વિરાટ કોહલીએ ખૂબ પ્રેમથી આપ્યો છે. વિરાટે અનુષ્કાના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, યસ માય લવ.... અમે આવી રહ્યા છીએ.