સ્ટાર પ્લસના ફેમસ ડાંસ રિયાલીટી શો નચ બલિયે 8માં જોડીઓની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી ટીવીના ચહેરાઓ જ આ રિયાલીટી શોમાં ભાગ લેતા હતા. પણ આ વખતે ફેમસ ક્રિકેટર પણ આવશે. ટીવી સેલેબ્સની જોડીઓ ઉપરાંત યુવરાજ સિંહ પત્ની હેઝલ કિચ સાથે ડાંસ કરતા દેખાશે. યુવરાજ અને હેઝલ આ રિયાલીટી શોમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી લઈ શકે છે. હેઝલ અને યુવરાજે નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા.
2/4
આ સીઝનને એક્ટ્રેસ સોનાક્ષી સિંહા, ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરી અને કોરિયોગ્રાફર ટેરેંસ લ્યુઈસ જજ કરશે.
એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર ચેનલના નિર્માતા યુવરાજને આ શોમાં જોવા માગે છે. પણ યુવરાજ આગળના બે મહિના આઈપીએલમાં વ્યસ્ત હશે. માટે તે અને હેઝલ વાઈલ્ડ કાર્ડમાં એંટ્રી લેશે. કેમકે તે સમયે આઈપીએલ પૂરી થઈ ગઈ હશે.