શોધખોળ કરો
Advertisement
યુજવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રીએ વરૂણ અને શ્રદ્ધાના ગીત પર કર્યો શાનદાર ડાન્સ
ધનશ્રી પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુજવેંદ્ર ચહલે હાલમાં જ ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. યુજવેંદ્ર ક્રિકેટના મેદાનમાં હિટ છે તો તેની મંગેતર ધનશ્રી ડાન્સમાં કોઈ સ્ટારથી ઓછી નથી. ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ ધનશ્રીના ફોલોવર્સની સંખ્યા વધતી જાય છે. યુજવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રી કોરિયોગ્રાફર છે અને પોતાની એક ડાન્સ કંપની પણ ચલાવે છે. ધનશ્રી પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.
ધનશ્રીનો એક નવો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે જાણીતા કોરિયોગ્રાફર પ્રભુ દેવાના સુપરહિટ ગીત મુકાબલા પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં ધનશ્રી સાથે બેકગ્રાઉન્ટ ડાન્સર પણ જોવા મળે છે. વીડિયોને શેર કરતા ધનશ્રીએ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરને પણ ટેગ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગીત ફિલ્મ 'Street Dancer 3D'નું છે જેમાં વરૂણ અને શ્રદ્ધા સાથે પ્રભુ દેવા પણ જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકો ધનશ્રીના ડાન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ધનશ્રી સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તે ફેન્સ માટે પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement