શોધખોળ કરો
Advertisement
યુજવેંદ્ર ચહલે મંગેતર ધનક્ષી વર્મા સાથે શેર કરી તસવીર, તો મળ્યો આ જવાબ...
ચહલની મંગેતર ધનશ્રી વર્મા Youtuber છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.
મુંબઈ: ક્રિકેટર યુજવેંદ્ર ચહલ હાલમાં જ ડૉક્ટર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. સગાઈ બાદ બંને એકબીજા સાથે પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. એવામાં ચહલ અને ધનશ્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ચહલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. બંનેની આ ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
ચહલે પોતાની મંગેતર ધનશ્રી સાગે તસવીર શેર કરતા હાર્ટ ઈમોજી શેર કરી છે. બંને તસવીરમાં એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અત્યાર સુધીમાં આ તસવીર પર સાત લાખથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે. ધનશ્રીએ પણ આ તસવીર પર કોમેન્ટ કરી છે.તેણે લખ્યું, મારી ફેવરિટ તસવીર. આ તસવીર પર રિએક્શન આપતા ચહલે લખ્યું, મારી પણ. સાથે જ લોકો કોમેન્ટ કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાલના દિવસોમાં ચહલ યૂએઈમાં આઈપીએલ 2020 રમી રહ્યો છે. ચહલ રોયલ ચેલેદર્સ બેંગલુરૂ માટે રમે છે. આરસીબી આઈપીએલ 2020માં સારૂ પ્રદર્શન કરી રહી છે. બેંગલોરે આ સીઝનમાં પાંચ મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત મેળી છે.
ચહલની મંગેતર ધનશ્રી વર્મા Youtuber છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion