શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસને લાગ્યો કોરોનાને ચેપ, પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ
તેને સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક અને થાવ હતો. અને જ્યારે તેમને ભરતી કરવામાં આવી હતી ત્યારે તેમનું ઓક્સીજન લેવલ પણ ઘણું ઓછું હતું.
મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ રહેલ ઝરીના વહાબ છેલ્લા 5 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી છે. તે કોરોના વાયરસથી સંક્રમિત છે. તેને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને કોરોનાના સામાન્ય લક્ષણો હતા જે ધીમે ધીમે વધવાના શરૂ થયા અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી. તે હોસ્પિટલમાં ઓક્સીજન સપોર્ટ પર છે. તેને વેન્ટીલેટરની પણ જરૂરત નથી પડી, પરંતુ જરૂરત પડવા પર તેને વેન્ટીલેટર પર રાખવામાં આવશે.
ઝરીના વહાબને ગુપચુપ રીતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેને પરિવાર, સંબંધી અને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખ્યું હતું. ઝરીનાની ટ્રીટમેન્ટ કરનાર ડો. જલીલ પારકરે પણ તેના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, “ઝરીનાને સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક અને થાવ હતો. અને જ્યારે તેમને ભરતી કરવામાં આવી હતી ત્યારે તેમનું ઓક્સીજન લેવલ પણ ઘણું ઓછું હતું.”
પહેલા કરતાં ઠીક
જોકે ઝરીના અથવા તેના પરિવારે આ મામલે મીડિયા સામે કંઈ કહ્યું નથી. જોકે. ડો. જલીલ પાકરકનું કહેવું છે કે ઝરીના પહેલા કરતાં ઠીક છે અને તે ઘરે પણ જઈ શકે છે. જોકે ઝરીનાનો પછીનો કોરના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં તે જાણવા મળ્યું નથી. આ મામલે તેના પતિ આદિત્ય પંચોલી અને દીકરા સૂરજ પંચોલીએ કંઈ જ કહ્યું નથી. તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે કહી ન શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion