શોધખોળ કરો
Appleએ iPhone 7 અને iPhone 8ની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો ભાવ
1/4

નવી દિલ્હીઃ જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. એપલે બુધવારે રાત્રે 2 મોટા મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ નવા મોડલ લોન્ચ કર્યા બાદ iPhone7 અને iPhone 8ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત આઈફોન 7 પ્લસ અને આઈફોન 8 પ્લસની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
2/4

એપલે આઈફોનના આ મોડલની કિંમત 100 ડોલર (અંદાજે 7200 રૂપિયા) સુધી ઘટાડી છે. હવે આઈફોન 7ની કિંમત 549 ડોલરના બદલે 449 ડોલર (32,328 રૂપિયા) હશે. જ્યારે iPhone 7 Plus હવે 569 ડોલર (40,968 રૂપિયા)માં મળશે. તેવી જ રીતે iPhone 8ની કિંમત ઘટીને 599 ડોલર (43,128 રૂપિયા) હશે. iPhone 8 Plusની કિંમત 699 ડોલર (50,328 રૂપિયા) હશે.
Published at : 13 Sep 2018 10:45 AM (IST)
Tags :
IPhone XSView More





















