શોધખોળ કરો
આજથી ભારતમાં iPhone XS, XS Max વેચાણ શરૂ થશે, જાણો શું છે ઓફર્સ....
1/4

નવી દિલ્હીઃ એપલ ફેન્સ માટે ખુશખબર. આજતી ભારતમાં નવા આઈફોનનું વેચાણ શરૂ થશે. હાલમાં જ એપલે ત્રણ નવા આઈફોન iPhone XS, iPhone XS Max અને iPhone XR લોન્ચ કર્યા છે. જોકે iPhone XRનું વેચાણ ભારતમાં 26 ઓક્ટોબરથી શરૂ થશે. આ બન્ને સ્માર્ટફોન્સ iPhone XS અને iPhone XS Maxને ફ્લિપકાર્ટ અને પેટીએમ મોલ પરથી સાંજે 6 કલાકથી ખરીદી શકાય છે. ઉપરાંત એપલના ઓથરાઇઝ્ડ સ્ટોરથી પણ તે ખરીદી શકે છે. તમને જણાવી દઇએ કે ભારતમાં એક પણ એપલ સ્ટોર નથી.
2/4

આઇફોન એક્સઆર હાલમાં સૌથી ઓછો ભાવ ધરાવતો સ્માર્ટફોન છે અને તેના માટે ભારતમાં 19 ઑક્ટોબરથી પ્રી બુકિંગ શરૂ થશે. અહેવાલો અનુસાર, એપલ ઈન્ડિયા નવા આઈફોનનાં વેચાણને લઇને સંપૂર્ણ રીતે તૈયાર છે. સૂત્રો અનુસાર, એપલ આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સના એક લાખ યુનિટ્સ ભારતમાં આયાત કરવામાં આવ્યા છે.
Published at : 28 Sep 2018 12:56 PM (IST)
View More





















