નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક નવું ફીચર જારી કર્યું છે. તે અંતર્ગત સ્ટીકર્સના આખા પેકમાંથી યૂઝર્સ એક સિંગલ સ્ટીકર ડાઉનલોડ કરી શકશે. જોકે, હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.19.33 માટે ઉપલબ્ધ છે. આ પહેલા વોટ્સએપ યૂઝર્સે એક સ્ટીકર માટે કરીને આખું પેક ડાઉનલોડ કરવું પડતું હતું. પરંતુ હવે નવા અપડેટની સાથે યૂઝર્સ આખા પેકમાંથી માત્ર જે સ્ટીકર જોઈએ છે તે ડાઉનલોડ કરી શકશે.
2/3
તે પછી WhatsApp તમને પુછશે કે શું આ સ્ટીકરને ફેવરેટ તરીકે સેવ કરવું છે. અહીં તમને સિંગલ સ્ટીકરનો ડાઉનલોડ સાઇઝ બતાવવામાં આવશે. અને એપ્લિકેશનમાં સ્ટીકરને સેવ કરવા માટે નીચે ડાઉનલોડનું ઑપ્શન આવશે.
3/3
ડાઉનલોડ સિંગલ સ્ટીકર ઑપ્શનને ઉપયોગ કરવા માટે તમારે એન્ડ્રોઇડના લેટેસ્ટ WhatsApp બીટા વર્ઝન 2.19.33 ને ઉપયોગ કરવાની જરૂર છે. અપડેટ્સ ડાઉનલોડ કર્યા પછી આ-ઍપ વૉટસૅપ સ્ટીકર્સ સ્ટોર્સને ઓપન કરો અને ડાઉનલોડ કરેલ સ્ટીકરને લાંબુ પ્રેસ કરો.