નવી દિલ્હી: યોગ ગુરુ રામદેવની કંપની પંતજલિએ રવિવારે સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કર્યો હતો અને હવે વ્હોટસએપને ટક્કર આપવા માટે સ્વદેશી મેસેજિંગ એપ લોન્ચ કરી છે. પંતજલિની આ મેસેજિંગ એપનું નામ કિંભૂ (Kimbho) છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. 22 MBની આ એપને અત્યાર સુધી એક હજારથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
2/4
પંતજલિ પ્રવક્તા એસકે તીજારવાલાએ ટ્વિટ કરી આ એપ લોન્ચની જાણકારી આપી હતી, તેમણે ટ્વિટ કરી કહ્યું કે, ‘હવે ભારત બોલશે, સિમકાર્ડ લોન્ચ કર્યા બાદ હવે બાબા રામદેવે નવી મેસેજિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેનું નામ Kimbho છે. હવે વ્હોટ્સએપને ટક્કર આપશે આપણું સ્વદેશી મેસેજિંગ એપ.’
3/4
આ એપની વાત કરીએ તે જોવામાં બિલકુલ વ્હોટ્સએપ જ લાગે છે. આ એપનો લોગો પણ વ્હોટ્સેપના લોગો જેવો જ દેખાય છે. એપનો લે આઉટ તમને વ્હોટ્સેપ જેવોજ દેખાશે. વ્હોટ્સએપની જેમ લીલા રંગના બેકગ્રાઉન્ડ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.