દેશમાં ટેલીકોમ ગ્રાહકોની સંખ્યા ઓગસ્ટમાં અંદાજે અડધો ટકો ઘટીને 105.34 કરોડ રહી, જે જુલઈમાં 105.88 કરોડ હતી. ટ્રાઈના માસિક ગ્રાહક અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મહિનામાં ટેલીકોમ ગ્રાહકોની સંખ્યામાં આ ઘટાડો મુખ્ય રીતે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 2જી ગ્રાહકોની સંખ્યામાં ઘટાડાને કારણે આવી છે. ભારતમાં ટેલીકોમ ગ્રાહકોની સંખ્યા જુલાઈ 2016માં અંતમાં 105.885 કરોડ હતી જે ઓગસ્ટના અંતમાં 105.340 કરોડ રહી ગઈ. આમ 0.52 ટકાનો ઘટાડો નોંધાયો છે.
2/4
તેમણે કહ્યું કે, સરકાર અને ટેલીકોમ નિયામક ટ્રાઈ, ટેલીકોમ ઓપરેટર્સની મદથી શક્ય તમામ પગલા લઈ રહ્યા છીએ. જેથી કોલ ડ્રોપની સમસ્યાનું સમાધાન કરી શકાય અને તેને અંદાજિત યોગ્ય મર્યાદા સુધી લાવી શકાય.
3/4
ટેલીકોમ પ્રધાન મનોજ સિન્હાએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં કહ્યું કે, વાયરલેસ નેટવર્કમાં કોલ ડ્રોપ થવાની સમસ્યા સંપૂર્ણ રીતે સમાપ્ત ન કરી શકાય, કારણ કે સમગ્ર વિશ્વમાં આવું થઈ રહ્યું છે. ખરાબ રેડિયો કવરેજ, રેડિયો ડ્રોપ, ઉપલબ્ધ નેટવર્કની લોડિંગ, ટ્રાફિક પદ્ધતિમાં ફેરફાર, વિજળી ગુળ વગેરે જેવા કારણે સાઈટ બંધ થવા સહીત જુદા જુદા કારણોસર કોલ ડ્રોપ દરેક વાયરલેસ નેટવર્કમાં થાય છે.
4/4
નવી દિલ્હીઃ સરકારે કહ્યું ટેલીકોમ નેટવર્કમાં કોલડ્રોપની સમસ્યાને સંપૂર્ણ રીતે સમાપ્ત ન કરી શકાય. સમગ્ર વિશ્વમાં આવી જ સ્થિતિ છે.