જૂના 2જી-3જી સ્માર્ટફોનની એક્સચેન્જ કરાવી મિનિમમ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આ સેલ દરમિયાન મળશે. જો તમને ગમતા ફોન પર ફ્લિપકાર્ટે ઓફર જાહેર કરી હોય તો વધુ ડિસ્કાઉન્ટ માટે તમારે HDFC કાર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. જેથી તમે એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો.
2/8
શાઓમીના રેડમી નોટ 5 પ્રો અને રેડમી 5Aનો સૌથી મોટો સેલ પણ બિગ શોપિંગ ડેઝ દરમિયાન યોજાશે. જો કે, તેની તારીખ અને સમય હજુ જાહેર કરવામાં નથી આવ્યા. આઇફોન પર પણ ખાસ ઓફર્સ આવશે તેવી ફ્લિપકાર્ટની જાહેરાત છે પણ તેની ડિટેઇલ્સ હજુ જાહેર થઇ નથી.
50000 રૂપિયાની આસપાસ વેચાતો ગૂગલ પિક્સલ 2 સેલ દરમિયાન 34999 રૂપિયામાં ખરીદી શકાશે. ફ્લિપકાર્ટ અનુસાર, આ ડીલમાં HDFC કાર્ડ દ્વારા ખરીદી પર મળતા 8000 રૂપિયા કેશબેકને પણ ગણવામાં આવ્યું છે.
8/8
નવી દિલ્હીઃ ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ ટૂંકમાં જ સેલ લઈને આવી રહી છે. Flipkart Big Shopping Days નામનથી આ સેલની શરૂઆત 13 મેથી થશે અને 16 મે સુધી ચાલશે. ફ્લિપકાર્ટના આ સેલમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આ સેલમાં મોબાઈલ, કપડા, ફુટવેર વગેરે પર ઓફર્સ મળશે. ફ્લિપકાર્ટની જાહેરાત અનુસાર, બિગ શોપિંગ ડેઝમાં HDFC બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો કે, મહત્તમ કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે હજી જાહેર કરવામાં નથી આવ્યું. અગાઉના સેલના આધારે 500 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ HDFCના ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર મળશે.