ફોનમાં ગૂગલ આસિટન્ટની વાત કરીએ, તો તેને ઇન્ડોનેશિયાની ભાષામાં એકસેસ કરી શકાય છે અને તમે કમાન્ડ આપીને કોલ કરી શકો છો, મ્યૂઝિક વગાડી શકો છો અને મેસેજ મોકલી શકો છો. હાલ તો આ ફોન ભારતમાં ઉપલબ્ધ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે.
2/4
આ ફોનમાં સિંગલ SIM સપોર્ટ છે અને તે 1.2 ગીગાહર્ટઝ સ્પ્રેડટ્રમ SPRD 9820A/QC8905 ડ્યુઅલ કોર પ્રોસેસર સાથે સજ્જ છે. ગ્રાફિક્સ માટે, માલી -400 જી.પી.યુ. ઇન્ટિગ્રેટેડ છે. ફોનમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 1,800 એમએએચ બેટરી છે.
3/4
નવી દિલ્હીઃ વિતેલા સમયમાં ફીચર પોનની માગ વધી છે. તેને ધ્યાનમાં રાખતા દિગ્ગજ કંપની ગૂગલે પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી મારી છે. ગૂગલે પોતાનો નવો 4જી ફીચર ફોન લોન્ચ કર્યો છે, જેનું નામ ગૂગલ વીઝફોન ડબલ્યૂપી006 છે. આ ફીચર ફોન કાઇઓએસ પર કામ કરે છે. આ ફોનમાં એક વધારાનું બટન આપવામાં આવ્યું છે, જે ગૂગલ અસિસ્ટન્ટ ફીચર માટે છે. ઉલ્લેખનીય છે કે, ફીચર જિઓ ફોન અને નોકિાય 8110 4જી ફોનમાં ઉપલબ્ધ છે.
4/4
ફોનના ફિચર વિશે વાત કરીએ તો, તેમાં 2.4 ઇંચની QWVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું પિક્સલ રિઝોલ્યુશન 240x320 છે. ફોનમાં 2 મગેપિક્સેલ રિયર કેમેરો અને ફ્રન્ટમાં VGA કેમેરો આપવામાં આવ્યો છે. હાલ તો આ ફોનને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની કિંમત IDR 99,000 (લગભગ 500 રૂપિયા) જેટલી છે.