એપલની ભારતીય વેબસાઇટ પર iPhone XS, iPhone XR, iPhone 8 અને iPhone 7ને જોઇ શકાય છે, પણ iPhone X નથી.
2/5
3/5
એપલે iPhone Xને બંધ કરી દીધો એટલે કંપનીએ આને વેબસાઇટ પરથી પણ હટાવી લીધો છે. આ ઉપરાંત iPhone SE અને iPhone 6ને પણ કંપનીએ પોતાની સાઇટ પરથી દુર કર્યા છે. કહી શકાય છે કે, ત્રણ નવા આઇફોનની અલગ અલગ કિંમતોના કારણે iPhone Xનું સેલિંગ પ્રભાવિત થશે.
4/5
ઉલ્લેખનીય છે કે, iPhone XR જે આ વખતે સૌથી સસ્તો આઇફોન છે, આની ભારતીય કિંમત 79 હજાર રૂપિયાથી શરૂ થાય છે, હાલ ભારતીય માર્કેટમાં iPhone X ની શરૂઆતી કિંમત પણ આ જ છે. આ રીતે એપલે હેડફોન જેકવાળા બધા આઇફોનને સત્તાવાર રીતે બંધ કરી દીધા છે.
5/5
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજે ગઇરાત્રે પોતાના લેટેસ્ટ અને દમદાર ત્રણ આઇફોનના નવા મૉડલને રિલીઝ કરી દીધા. Apple iPhone XS, iPhone XS Max અને iPhone XRને એન્યૂઅલ ઇવેન્ટ કરીને લૉન્ચ કર્યાં આ સાથે જ કંપનીએ એક ખાસ ડિસીઝન અંતર્ગત પોતાના પૉપ્યૂલર ફોનને બંધ પણ કરી દીધો, આ ફોન છે iPhone X. આ કંપનીનો પૉપ્યૂલર અને દમદાર ફોન છે.