આ ત્રણેય નવા આઇફોનમાં સૌથી ઓછી કિંમતમાં iPhone XR ને લૉન્ચ કરવામાં આવ્યો છે. આ આઇફોન 64જીબી, 128જીબી અને 256જીબી સ્ટૉરેજ વેરિએન્ટમાં મળશે, આ વ્હાઇટ, બ્લેક, બ્લૂ, યલો, રેડ અને કોરલ કલર્સમાં આવશે. ભારતમાં આની સ્ટાર્ટિંગ કિંમત 76,900 રૂપિયા છે. આઇફોન XR માટે પ્રી-ઓર્ડર 19 ઓક્ટોબરથી શરૂ થશે, આની સેલ 26 ઓક્ટોબરથી થશે.
2/5
iPhone XSની ભારતમાં શરૂઆતી કિંમત 99,900 રૂપિયા છે. ભારતમાં આ બન્ને નવા આઇફોન 28 સપ્ટેમ્બરથી મળશે.
3/5
આ લિસ્ટમાં સૌથી મોંઘો ફોન છે તે 6.5 ઇંચની ડિસ્પ્લે વાળો XS મેક્સ છે. આઇફોન XS મેક્સને 64જીબી, 256જીબી અને 512જીબી સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આ નવો આઇફોન સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડ ફિનિશ કલર્સમાં મળશે.
4/5
iPhone XS Maxની ભારતમાં શરૂઆતી કિંમત 109,900 રૂપિયા છે. iPhone XS પણ 64જીબી, 256જીબી અને 512જીબી સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ આઇફોન પણ સ્પેસ ગ્રે, સિલ્વર અને ગૉલ્ડ ફિનિશ કલર્સમાં મળશે.
5/5
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ એપલે ગઇકાલે પોતાના નિયમ પ્રમાણે સપ્ટેમ્બરમાં નવા લેટેસ્ટ આઇફોન લૉન્ચ કરી દીધા, જેમાં iPhone XS, XS Max અને iPhone XR જેવા હાઇટેક મૉડલ સામેલ છે. એપલે સ્ટીવ જોબ્સ થિએટરમાં લૉન્ચ કરેલા લેટેસ્ટ આઇફોન મૉડલ્સની ભારતમાં શું હશે કિંમત તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે.