શોધખોળ કરો
આઈફોન X ફીચર સાથે લોન્ચ થયો આ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075616/2-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![લેનોવો Z5નું ડાઈમેન્શન 53×75.65×7.85 મિલીમીટર છે. સ્માર્ટફોનમાં 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઈપ-સી જેવા કનેક્ટિવિટી ફીચર્સ મળશે. ફોન ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075740/6-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેનોવો Z5નું ડાઈમેન્શન 53×75.65×7.85 મિલીમીટર છે. સ્માર્ટફોનમાં 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઈપ-સી જેવા કનેક્ટિવિટી ફીચર્સ મળશે. ફોન ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે.
2/6
![ફોનમાં 16 મેગાપિક્સલ પ્રાઈમરી અને 8 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યા છે જે એઆઈ ક્ષમતાની સાથે આવે છે. કેમેરાની સાથે 4કે સપોર્ટ, એચડીઆર+, અપર્ચર એફ/2.0 અને એલઈડી ફ્લેશ આપવામાં આવ્યા છે. ફોનમાં આગળની તરફ ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટની સાથે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075626/5-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોનમાં 16 મેગાપિક્સલ પ્રાઈમરી અને 8 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યા છે જે એઆઈ ક્ષમતાની સાથે આવે છે. કેમેરાની સાથે 4કે સપોર્ટ, એચડીઆર+, અપર્ચર એફ/2.0 અને એલઈડી ફ્લેશ આપવામાં આવ્યા છે. ફોનમાં આગળની તરફ ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટની સાથે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે.
3/6
![સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી તેમજ 128 જીબી ઈનબેલિટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. યુઝર્સ માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી પણ શકે છે. ફોનમાં રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્માર્ટફોનમાં 3000 એમએએચ બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075623/4-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી તેમજ 128 જીબી ઈનબેલિટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. યુઝર્સ માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી પણ શકે છે. ફોનમાં રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્માર્ટફોનમાં 3000 એમએએચ બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
4/6
![લેનોવો Z5માં 6.2 ઈંચ ફુલ એચડી+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080×2246 પિક્સલ છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 18:7 છે. ફોનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં ઓક્ટાકોર ક્લાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075619/3-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેનોવો Z5માં 6.2 ઈંચ ફુલ એચડી+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080×2246 પિક્સલ છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 18:7 છે. ફોનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં ઓક્ટાકોર ક્લાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
5/6
![નવી દિલ્હીઃ Lenovoએ આખરે પોતાનો નવો Z5 સ્માર્ટફોન ચીનમાં થયેલ એક ઇવેન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોન બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. Z5 ફોન બે અન્ય વેરિયન્ટ Aurora અને Indigo બ્લૂમાં ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, લેનોવોના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આઈફોન Xની જેમ નૉચ આપવામાં આવી છે. તે એક ઓલ-સ્ક્રીન સ્માર્ટફોન નથી. ફોનની ડિઝાઈન સંપૂર્ણ રીતે આઈફોન Xની કોપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075616/2-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ Lenovoએ આખરે પોતાનો નવો Z5 સ્માર્ટફોન ચીનમાં થયેલ એક ઇવેન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોન બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. Z5 ફોન બે અન્ય વેરિયન્ટ Aurora અને Indigo બ્લૂમાં ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, લેનોવોના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આઈફોન Xની જેમ નૉચ આપવામાં આવી છે. તે એક ઓલ-સ્ક્રીન સ્માર્ટફોન નથી. ફોનની ડિઝાઈન સંપૂર્ણ રીતે આઈફોન Xની કોપી છે.
6/6
![કંપનીએ લેનોવો Z5ના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,399 ચીની યુઆન (લગભગ 14, 650 રૂપિયા) અને 6 જીબી રેમ તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,799 ચીની યુઆન (લગભગ 18,830 રૂપિયા) રાખી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, સ્માર્ટફોન માટે ચીનમાં 12 જૂનથી પ્રી-ઓર્ડર શરૂ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/07075613/1-lenovo-z5-launched-in-china-with-dual-rear-cameras.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંપનીએ લેનોવો Z5ના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,399 ચીની યુઆન (લગભગ 14, 650 રૂપિયા) અને 6 જીબી રેમ તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,799 ચીની યુઆન (લગભગ 18,830 રૂપિયા) રાખી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, સ્માર્ટફોન માટે ચીનમાં 12 જૂનથી પ્રી-ઓર્ડર શરૂ થશે.
Published at : 07 Jun 2018 07:57 AM (IST)
Tags :
Lenovoવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)