શોધખોળ કરો
Instagram લાવ્યું નવું ફીચર, વોટ્સએપની જેમ મોકલી શકાશે વોઈસ મેસેજ
1/3

ઈન્સ્ટાગ્રામના આ નવા વોઈસ મેસેજની એક ખાસ વાત એ છે કે, યુઝર્સ તેમના દ્વારા મોકલવામાં આવેલા કોઈ મેસેજને અનસેન્ડ પણ કરી શકે છે. તે માટે યુઝર્સને તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પર લોંગ પ્રેસ કરવાથી તેના પર અનસેન્ડનું ઓપશન આવશે. નોંધનીય છે કે, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફેસબુકની માલિકીવાળી કંપની છે અને જ્યારે વોઈસ મેસેજની વાત છે ત્યારે સમગ્ર દુનિયામાં ભારતમાં આ ફિચરનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
2/3

નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર લઈને આવ્યું છે. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર દ્વારા યૂઝર્સ વોટ્સએપની જેમ જ ઇન્સ્ટાગ્રામ પર વોઈસ મેસેજ રેકોર્ડ કરીને પોતાના ફ્રેન્ડ્ન અને ફેમિલી મેમ્બર્સને મોકલી શકશે. જણાવીએ કે, ઇનસ્ટાગ્રામનું આ નવું ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે અને તેનો લાભ લેવા માટે યૂઝર્સે પહેલા ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવી પડશે.
Published at : 12 Dec 2018 02:34 PM (IST)
View More





















