ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ટર્બોચાર્જ સપોર્ટ કરતી 4000mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં તમામ સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ જેવા 4જી એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4.2, યુએસપી ટાઈપ-સી, 3.5mm ઑડિયો જેક સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ઇન્ડિગો અને ગોલ્ડ કલરમાં મળશે.
2/6
મોટે જી6 પ્લેમાં 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.7 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે, 1.4Ghz ઑક્ટા-કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને અડ્રેનો 505 જીપીયુ આપવામાં આવેલું છે, ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર રન થાય છે. આ ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ મેમરીનો વિકલ્પ મળશે. 13 મેગાપિક્સલનો રિયર કેમેરા જ્યારે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
3/6
મોટો જી6માં ડિસ્પ્લેની નીચે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે. 32 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને માઈક્રોએસડી કાર્ડ થકી 128 જીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી એલટીઈ, વાઈ-ફાઈ, યૂએસપી ટાઈપ-સી, એનએફસી, 3.5 એમએમ ઈયરફોન જેક અને બ્લૂટૂથ 4.2 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે.
4/6
મોટો જી6ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.7 ઈંચની ફુલ એચડી સ્ક્રીન, 1.8Ghz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 506 જીપીયુ અને 3 જીબી રેમ છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલે છે. 12 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની સામેની બાજુ સિંગલ એલઈડી ફ્લેશ આપવામા આવ્યું છે.
5/6
ભારતમાં મોટો જી6 અને મોટો જી6 પ્લેની કિંમત શું હશે તે અંગે લૉન્ચ ઈવેન્ટમાં ખુલાસો કરવામાં આવશે. એક અંદાજ મુજબ મોટો જી6ને 16500 રૂપિયામાં જ્યારે મોટો જી6 પ્લેને 13000 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી શકે છે. અપેક્ષા છે કે અગાઉથી જ માર્કેટમાં ઉપલબ્ધ શાઓમીના રેડમી નોટ 5 અને રેડમી નોટ5 પ્રો ઉપરાંત ઓપ્પો રિયલમી1 અને આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1 પણ મોટો જીને પડકાર આપશે.
6/6
નવી દિલ્હીઃ લેનોવોની માલિકી ધરાવતી મોબાઈલ નિર્માતા કંપની મોટોરોલા આજે ભારતમાં જી6 અને જી6 પ્લે સ્માર્ટફોન લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા જ કંપનીએ જણાવ્યું કે, તમે આ સ્માર્ટફોન ક્યાંથી ખરીદી શકો છો. જણાવીએ કે મોટોની જી સીરીઝ ભારતમાં પોતાની એફોર્ડેબલ કિંમત માટે ખૂબ જ પોપ્યુલર છે. મોટો જી6 ફ્લિપકાર્ટ પર તો મોટો જી6 એમેઝોન પર મળશે. મોટો હબ સ્ટોર પરથી પણ ફોન મેળવી શકાશે.