શોધખોળ કરો
નિષ્ફળ ગયા બાદ પતંજલિ ફરી લોન્ચ કરશે કિંભો એપ, જાણો ક્યારે આવશે માર્કેટમાં...

1/4

નોંધનીય છે કે, સૌ પહેલા મે મહિનામાં આ એપ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. વોટ્સએપ જેવી એપને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. જોકે લોન્ચ સાથે જ એપમાં અનેક ખામી હોવાની વાત બહાર આવી હતી. બાદમાં એપ પરત ખેંચી લેવામાં આવી હતી.
2/4

પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ પણ પોતાના ટ્વિટર અકાઉંટ પર કિંભો વિશે માહિતી આપી. તેમણે લખ્યું કે, “કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી, પતંજલિના કો-ફાઉન્ડર બાલકૃષ્ણા અને રામદેવ એપ લોન્ચ કરશે.’
3/4

નવી દિલ્હીઃ એક વખત નિષ્ફળ રહ્યા બાદ પતંજલિ ફરીથી કિંભો એપ (Kimbho App) વોટ્સએપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. કિંગો એપ નવા અને એડવાન્સ ફીચર્સની સાથે 27 ઓગસ્ટના રોજ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. પતંજલિના સહ-સંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણએ બુધવારે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
4/4

બાલકૃષ્ણએ પહેલા ટ્વિટર પર 72મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ આપી અને પછી કિંભો એપ વિશે લખ્યું કે, “સુધારા સાથે વિધિવત્ રીતે 27 ઓગસ્ટે ફરીથી લોન્ચ થશે. તમારા સલાહ-સૂચનોનું અમે સ્વાગત કરીએ છીએ. ચલો લોન્ચ પહેલાં જ સ્વદેશી કિંભોને પૂરી દુનિયામાં ગૂંજતી કરી દઈએ. ડાઉનલોડ કરો.’
Published at : 16 Aug 2018 07:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
