નવી દિલ્હીઃ પેટીએમના ઈ રિટેલ પ્લેટફોર્મ પેટીએમ મોલ પર રિલાયન્સ જિઓફન ખરીદવનારાઓને જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીંથી જિઓફોન ખરીદવા પર ફ્લેટ 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પેટીએમ મોલ પર ગ્રાહકોને આ ઓફર ‘Monsoon500’ કૂપન કોડ દ્વારા મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટ પેટીએમના મોનસૂન લોયલિટી કેશબેક ઓફર અંતર્ગત આપવામાં આવી રહી છે. આમ ગ્રાહક અહંથી જિઓફોન 1000 રૂપિયામાં ખરીદી શકે છે.
2/3
રિલાયન્સ જિઓ ફોનના 1500 કિંમતવાળા જિઓ ફોનમાં હવે ફેસબુક, વ્હોટ્સએપ અને યૂટ્યૂબ એપ જલાવી શકાશે. રિલાયન્સ જિઓ ફોનને કંપનીએ વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો અને ત્યારે આ ફોનમાં સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપની ગ્રાહક રાહ જોઈ રહ્યા હતા. એજીએમમાં કહેવામાં આવ્યું છે કે, હવે જિઓ ફોન પર યૂઝર્સ વ્હોટ્સએપ, ફેસબુક એપ, યૂટ્યૂબ એપનો ઉપયોગ કરી શકશે.
3/3
ફાયરફોક્સના kaiOS પર ચાલનારા આ ફોન માટે ફેસબુક, વ્હોટ્સએપ અને યૂટ્યૂબના ખાસ વર્ઝન ઉતારવામાં આવ્યા છે જે આ ઓપરેટિંગ સસ્ટમને સપોર્ટ કરે છે. ફોનને વોયસ કમાન્ડ ફીચર સાથે ઉતારવામાં આવ્યો છે માટે એપ પણ વોયસ કમાન્ડ સાથે ચાલે છે. જેમ કે યૂટ્યૂબ પર બોલીને કોઈપણ વીડિયો પ્લે કરવો, ફેસબુક પર વોયસ દ્વારા ફોટો અપલોડ કરવો અને વ્હોટ્સએપ મેસેજ પણ વોયસ કમાંડથી મોકલી શકાશે.