એપલ મેપ્સમાં નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જે મેપ્સ આસપાસ રહેલી હોટલથી માંડીને ટ્રાફિક અપડેટ્સ કહેશે.
2/7
શેર કરવાના ફીચરને એડવાન્સ કરી દેવામાં આવ્યા છે. આ ફીચર આપમેળે ફોટો ઓળખીને સીક્વન્સ એરેન્જ કરી આપે છે.
3/7
ફોટો એપની ક્વોલિટી પણ એડવાન્સ મશીન લર્નિંગ ટેક્નોલોજીના આધારે બનાવવામાં આવી છે.
4/7
હોમ બટન સાથે ફોન ખોલી શકાય છે. મ્યૂઝિક એપમાં સુધારો કરવામાં આવ્યો છે.
5/7
તેમાં લોક સ્ક્રિનને નવું લુક આપવામાં આવ્યું છે. હવે લોક સ્ક્રીનનો કોઈ પણ ભાગ બ્લર નહીં દેખાય.
6/7
ios 10 વર્ચ્યુઅલ સાથે આવી છે. તેમાં સ્વિચ બોર્ડ કર્યા વગર મલ્ટીલિંગ્વલનું પણ ફીચર છે.
7/7
એપલે પોતાનો લેટેસ્ટ હેન્ડસેટ આઇફોન 7 લૉન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનનું નામ આવે એટલે આઇફોન સૌથી આગળ રહે, આખી દુનિયા આજે આઇફોનની દિવાની છે. એપલે ફોનની સાથે ios 10 ઓપરેટિંગ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. એપલના સીઈઓ ટીમ કૂકે ios 10ને 'મધર ઓફ ઓલ' રિલીઝનું નામ આપીને વર્લ્ડ ડેવલપર્સ કોન્ફરન્સ 2016માં લોન્ચ કરી હતી. એપલનું માનીએ તો ફીચર્સમાં ios 10 અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ છે. એપલે ios 10 સાથે વોચ OS 3 અને ટીવી OS 10ને લોન્ચ કરી હતી. ભારતમાં આ ફોન ઓક્ટોબરમાં મળશે પરંતુ વિશ્વના 25 દેશોમાં iphone 7 અને iphone 7 plusનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેના માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને જ્યારે લોકોના હાથમાં નવો આઈફોન 7 આવ્યો ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકો તો આઈફોન હાથમાં આવ્યા પછી ડાન્સ કરવા લાગ્યા હતાં. તસવીરોમાં જુઓ લોકોની પ્રથમ પ્રતિક્રિયા શું હતી આઈફોન ખરીદ્યા બાદ.