બીબીસીની રશિયન સર્વિસે પુષ્ટિ કરવા માટે પાંચ એવા ફેસબુક મેમ્બર્સનો સંપર્ક કરવામાં આવ્યો જેમનો પ્રાઈવેટ મેસેજ વેચવામાં આવી રહ્યો હતો તો સામે આવ્યું કે વેચવામાં આવેલ મેસેજ તેમના જ છે. આ મેસેજમાં ટેક્સ્ટની સાથે સાથે તસવીરો પણ હતી. આ અહેવાલ એ પણ કહેવામાં આવ્યું છે કે, યૂઝર્સના ખાનગી મેસેજીસ મેલવેર વેબસાઈટ્સ અને બ્રાઉઝર એક્સટેન્શનથી લેવામાં આવ્યા હશે. જે યૂઝર્સના એકાઉન્ટ અને મેસેજીસ વેચવામાં આવી રહ્યા છે, તેમાંથી મોટા ભાગના યૂઝર્સ યૂક્રેન અને રશિયા ઉપરાંત, યૂકે, અમેરિકા બ્રાઝીલ અને અન્ય ભાગના છે.
2/4
અહેવાલ અનુસાર હેકર્સ પ્રતિ એકાઉન્ટ 10 સેન્ટ એટલે કે 6.5 રૂપિયામાં વેચી રહ્યા હતા જેને વેબસાઈટ પર વેચાણ માડે ટેટાને પબ્લિશ કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે ફેસબુકે કહ્યું છે કે, કોઈપણ એકાઉન્ટ હેક નથી થયા અને જે પણ લીક થયું છે તેમાં તેમની કોઈ ભૂલ નથી.
3/4
નવી દિલ્હીઃ યૂઝર્સનો ડેટા ચોરી થવાને લઈને ઘણાં લાંબા સમયથી વિવાદોમાં છવાયેલ ફેસબુક સામે વધુ એક વિવાદ સામે આવ્યો છે. યૂઝર્સના ડેટા ચોરી અને તેનો દુરુપયોગ કરવાનો એક અહેવાલ સામે આવ્યો છે. બીબીસીના એક અહેવાલ અનુસાર, અંદાજે 81 હજાર યૂઝર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા અને તેમના પ્રાઈવેટ મેસેજ વેચવામાં પણ આવી રહ્યા છે.
4/4
આ ઘટના આ વર્ષે સપ્ટેમ્બરમાં ત્યારે સામે આવી જ્યારે FBSaler નામના એક યૂઝરે ઇન્ટરનેટ ફોરમ પર જાણકારી આપી કે અંદાજે 120 મિલિયન (12 કરોડ) એકાઉન્ટ વેચવામાં આવી રહ્યા છે. જોકે સાઈબર સિક્યોરિટી ફર્મ ડિજિટલ શેડોઝે આ કેસની તપાસ કરી તો સામે આવ્યું કે 81 હજાર એકાઉન્ટ્સ પ્રાઈવેટ મેસેજ સાથે વેચવામાં આવી રહ્યા હતા.