સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
AAPના કોર્પોરેટરોએ, કાર્યકરોએ મંગળવારે મહાનગરપાલિકાની કચેરીમાં હંગામો કર્યો હતો.

સુરતમાં આમ આદમી પાર્ટીના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. AAPના કોર્પોરેટરોએ, કાર્યકરોએ મંગળવારે મહાનગરપાલિકાની કચેરીમાં હંગામો કર્યો હતો. AAPના કોર્પોરેટર અને કાર્યકરો પર સુરત મહાનગરપાલિકામાં ઘૂસીને માથાકૂટ કર્યાનો આરોપ છે. તે સિવાય તેઓએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે ધક્કામુક્કી કરી હતી.
મળતી જાણકારી અનુસાર, આપના કોર્પોરેટરો અને કાર્યકરોએ મંગળવારે પાલિકાની મુખ્ય કચેરી પર જઈને હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને લઈ લાલગેટ પોલીસમાં આપના 8 કોર્પોરેટરો સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. મિટિંગ રૂમમાં ઘૂસી હંગામો મચાવી સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આપના કોર્પોરેટર અને કાર્યકરોએ લોકપશ્નો બાબતે કમિશનરને રજૂઆત કરવા સાથે આશ્વર્યજનક કાર્યકમ આપવાની જાહેરાત કરી હતી. જે આપના કોર્પોરેટરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં વિપુલ સુહાગીયા, ધર્મેશ ભંડેરી, મહેશ અણધણ, રજની વાઘાણી, પાયલ સાંકરીયા, રચના હીરપરા, કુંદનબેન કોઠીયા, સેજલ માલવીયા અને
શોભના કેવડીયાનો સમાવેશ થાય છે.
પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો એ હંગામો મચાવ્યો હતો. ગત મંગળવારે સાંજે મુગલીસરા ખાતે પાલિકાની મુખ્ય કચેરીમાં મીટિંગ ચાલતી હતી ત્યારે મીટિંગ રૂમમાં ઘૂસી જઈ વિરોધ કરી હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં મહિલા સિક્યુરિટી ગાર્ડની સાથે ધક્કામુક્કી કરીને ઝપાઝપી પણ કરી હતી. બીજીતરફ આપનું કહેવું હતું કે અમારે તો લોકોના પ્રશ્નો બાબતે પાલિકા કમિશનરને માત્ર રજૂઆત કરવી હતી.
કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા આદેશ
સુરતમાં કોર્ટે એક મોટો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક ફરિયાદ પર પોલીસ સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સુરતના કતારગામમાં હીરા દલાલ વિશાલ ધામેલીયાને માર મારાયા અને દુર્વ્યવહાર કરવા મામલે કોર્ટે પોલીસ પીઆઇ, મહિલા પીએસઆઇ અને અન્ય ચાર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
સુરતમાં કોર્ટની મોટી કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ પોલીસના PI, મહિલા PSI સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ આપ્યા છે. શહેરના એક જાણીતા હીરા દલાલને માર મારી પોલીસે દૂર્વ્યવહાર કરાયાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ખરેખરમાં, હીરા દલાલ વિશાલ ધામેલીયાની ધરપકડ બાદ દુવ્યર્વહાર કરાયાનો આરોપ આ કેસમાં લગાવવામાં આવ્યો હતો. હીરા દલાલ વિરૂદ્ધ 50 લાખથી વધુની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર મામલે વિશાલે કોર્ટ સમક્ષ પોલીસના દૂર્વ્યવહાર અંગે ફરિયાદ નોંધાવી હતી. કતારગામ PI બી.કે.ચૌધરી, મહિલા PSI એન.એસ. સાકરિયા સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના રાઈટર રમેશ અને કૉન્સ્ટેબલ વિપુલસિંહ સામે પણ કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે કોર્ટે PI સહિત ચારેય વિરૂદ્ધ ક્રિમીનલ કેસ નોંધવા આદેશ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
