સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
બાદમા આરોપી ફૈઝાને પરણીતા સાથે લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું

સુરતમાં લવજેહાદની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી લગ્નની લાલચ આપી પરણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે આરોપી ફૈઝાન હનીખ શેખેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણમાં ઓળખ છૂપાવી એક મુસ્લિમ યુવકે પરણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાંદેર વિસ્તારની પરણિતાને ફૈઝાન હનીખ શેખે મિત્રતા કેળવી ફસાવી હતી. ફૈઝાને પરણિતાને પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી. બાદમા આરોપી ફૈઝાને પરણીતા સાથે લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પરણિતાએ લગ્નનું દબાણ કરતા યુવકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી પરણીતા આરોપીના ઘરે પહોંચી હતી. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આરોપી ફૈઝાન હિંદુ નહી પરંતુ મુસ્લિમ છે. બાદમાં છેતરપિંડી, દુષ્કર્મનો ભોગ બનનારી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરણિતાનો પતિ હાલ હત્યાના કેસમાં જેલમાં બંધ છે. પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવી ફૈઝાને મહિલા સાથે મિત્રતા વધારી હતી. અડાજણ પોલીસે ફરિયાદ નોંધી આરોપી ફૈઝાનની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ રાજકોટમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરાને એક પરણિત શખ્સ ભગાડીને લઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં સગીરા પોતાની ખુશીથી ભાગી હોવાના વીડિયો અપલોડ કર્યો હતો. અંતે પોલીસે આરોપીને નેપાળ સરહદ પહોંચે તે પહેલા ઝડપી લીધો હતો. રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે છેલ્લા આઠ-નવ મહિનાથી સંપર્કમાં રહેલો સાહિલ વાઘેર નામનો શખ્સ સગીરાને ભગાડીને લઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે સગીરાની માતાએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, આરોપી સાહિલની પત્ની તેના વિરૂદ્ધમાં ભરણપોષણનો કેસ નોંધાવ્યો હતો અને સગીરાને ફસાવીને લઈ ગયો હોવાનો આરોપ પણ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
