શોધખોળ કરો
ડેટા પ્રાઇવસી મામલે FB સાથે અનબન, વૉટ્સએપના સીઇઓએ છોડ્યો સાથ
1/6

કોમની આ પોસ્ટનો જવાબ આપતા ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું કે, તેઓને જેન કોમની ગેરહાજરી વર્તાશે. વિશ્વના લોકોને એકબીજાં સાથે જોડવા માટે તમે જે કર્યુ, મને જે તમારી પાસે શીખવા મળ્યું તેનો હું આભારી છું.
2/6

સ્માર્ટફોન મેસેજિંગ સર્વિસ વોટ્સએપના કો-ફાઉન્ડર જેન કોમે ફેસબુક છોડવાનો નિર્ણય લીધો છે. પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટની મદદથી તેઓએ આ જાણકારી આપી છે. કોમે કહ્યું કે, તેઓ પોતાને સમય આપવા ઇચ્છે છે તેથી પદ છોડી રહ્યા છે. પરંતુ ફેસબુક-વોટ્સએપ યુઝર્સની પ્રાઇવસીને લઇને ઉભા થયેલા મતભેદ જેન કોમના નિર્ણય પાછળ જવાબદાર હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એનજીઓ શરૂ કરવા માટે ગયા વર્ષે બ્રાયન એક્ટને પણ વોટ્સએપ છોડી દીધું હતું.
Published at : 02 May 2018 10:39 AM (IST)
Tags :
WhatsappView More





















