શોધખોળ કરો
WhatsApp પર મેસેજ મોકલવા માટે ચૂકવવા પડશે રૂપિયા, એક મેસેજ માટે 5.8 રૂપિયા સુધી લાગશે ચાર્જ
1/4

WhatsAppએ આ વર્ષ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ સ્મોલ બિઝનેસ એકાઉન્ટ્સને WhatsApp બિઝનેસ એપ્લિકેશનના માધ્યમથી કોમ્યુનિકેટ કરવાની છૂટ આપવાની શરૂઆત કરશે. હાલમાં WhatsApp બિઝનેસ એપના 30 લાખથી વધારે એક્ટિવ યુઝર્સ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઇડેમાએ એ વખતે જણાવ્યું હતું કે WhatsApp ભવિષ્યમાં આ સેવા માટે ચાર્જ લેશે. ભારતમાં WhatsApp યુઝર્સની સંખ્યા હાલમાં 20 કરોડથી વધારે છે.
2/4

નવી દિલ્હીઃ ફેસબુકની માલિકી ધરાવતા વોટ્સએપ ટૂંકમાં જ મેસેજ માટે રૂપિયા લેવાનું શરૂ કરશે અને વોટ્સએપ પર મેસેજ મોકલવાની કિંમત સામાન્ય રીતે ટેક્સ્ટ મેસેજની કિંમત કરતાં પણ વધારે હશે, જોકે સામાન્ય લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ફેસબુક વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ માટે મેસેજ મોકલવા માટે રૂપિયા લેવાની તૈયારી કરી રહ્યું છે.
3/4

WhatsAppએ કહ્યું છે કે મેસેજ મોકલવા માટે એક ચોક્કસ રેટ હશે. અલગ અલગ દેશમાં આ ચાર્જ 30 પૈસાથી લઈને 5.8 રૂપિયા સુધી હશે. WhatsAppની બિઝનેસ એપનો ઉપયોગ કરી રહેલા લોકોએ આ ચાર્જ ચુકવવો પડશે.
4/4

હાલમાં વિશ્વભરમાં WhatsAppના આશરે 1.5 અબજ યુઝર્સ છે. WhatsAppએ કહ્યું છે કે બુધવારથી બિઝનેસ શોપિંગ કન્ફર્મેશન, એપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર તેમજ ટિકિટ જેવા નોટિફિકેશન મોકલવા માટે WhatsAppની બિઝનેસ એપીઆઇ (એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરી શકાશે. WhatsAppએ કહ્યું છે કે તે એસએમએસની સરખામણીમાં પ્રિમિયમ રેટ્સ ચાર્જ કરશે.
Published at : 02 Aug 2018 12:52 PM (IST)
View More





















