શોધખોળ કરો
ફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઈન નંબર સેવ થવા પર ગૂગલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...
1/4

ગૂગલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમને તપાસ બાદ માલુમ પડ્યું છે કે 2014ના વર્ષમાં ભારતમાં સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આપવામાં આવેલા સેટઅપમાં આ નંબર ઉમેરવામાં આવ્યો હતો. આ નંબર ત્યારથી જ એન્ડ્રોઇડ ફોનમાં છે. આ નંબર યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોવાથી તે નવા ડિવાઇસના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ આપમેળે જ ટ્રાન્સફર થઈ જાય છે.
2/4

નવી દિલ્હીઃ કેટલાક મોબાઈલ ફોનમાં ફોનધારકોની મંજૂરી વગર જ આધાર હેલ્પલાઈન નંબર પહેલેથી સેવ હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ફોનમાં UIDAIનો જૂનો હેલ્પલાઈન નંબર 1800-300-1947 કેવી રીતે આપોઆપ સેવ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ એજન્સીને આ નંબર સેવ કરવા માટે કહ્યું નથી અને હેન્ડસેટ બનાવતી કંપનીઓનું પણ કહેવું છે કે, તેણે આ નંબર નાંખ્યો ન હતો. હવે આ મામલે ગૂગલે મોટો ખુલાસો કર્યો છે.
Published at : 04 Aug 2018 10:27 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















